________________
૧૪૮
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૧ –
––
148
છે તે વસ્તુ નક્કી કરો. પ્રાર્થના કેવળ શાબ્દિક ન થવી જોઈએ. આટલી લાંબી માગણી કરનારની દશા કેટલી ઉમદા જોઈએ ? એક એક શબ્દમાં જ્ઞાનીએ કહેવાજોગું બધું કહ્યું.
યાચનામાં પ્રથમ જ “ભવનિર્વેદ-પછી એને સફળ કરવા “માર્ગાનુસારિતાએના ફળ તરીકે ઈંઢફળસિદ્ધિ અને પછી “લોગવિરુદ્ધચ્ચાઓ એટલે લોકવિરુદ્ધનો ત્યાગ. એક નીતિવાક્ય છે કે “યપ શુદ્ધ નોવિરુદ્ધ નારવે નાવરીય ” “જો કે શુદ્ધ હોય તથાપિ લોકવિરુદ્ધ હોય તે આદરણીય અને આચરણીય નથી. આ નીતિવાક્ય છે. નીતિમાં ધર્મની ભજના છે. ધર્મમાં નીતિ નિયમો હોય છે. ધર્મ નીતિને બાધિત કરી શકે, પણ નીતિ શાસ્ત્રને બાધિત કરી શકે નહિ. ‘શટૅ પ્રતિ શમ્ ?' આ નીતિવાક્ય છે નીતિ કહે છે કે “શઠ પ્રત્યે શાક્ય વર્તન કરવું.' ધર્મશાસ્ત્ર એમ વર્તવા “ના” કહે છે : “એ ધર્મીનું કામ નથી-એમ સ્પષ્ટ કહે છે. એટલે ધર્મ છે ત્યાં નીતિ તો આવેલી જ છે. નીતિવાક્યનો ધર્મશાસ્ત્રને બાધ ન થાય ત્યાં સુધી સ્વીકાર થાય.
જે શુદ્ધના સેવનમાં સ્વપરનું કલ્યાણ સમાયું હોય અને નહિ સેવવામાં સ્વપરનું અકલ્યાણ સમાયું હોય તે શુદ્ધને, સામાન્ય લોકની વિરુદ્ધતા જોઈ મૂકી દઈએ, તો જગતનું અને આપણું કલ્યાણ કઈ રીતે થાય ? જે શુદ્ધના સેવનમાં સ્વપરનું કલ્યાણ નિયત થયું છે અને જેના ત્યાગમાં સ્વપરનું અહિત નક્કી થયું છે, તે શુદ્ધના સેવનનો ત્યાગ શી રીતે થાય ? શુદ્ધ નામનું ન જોઈએ : કહેવા માત્રનું શુદ્ધ ન જોઈએ.
સભા: મતભેદ થાય તો ?
મતભેદ માટે બુદ્ધિવાદના પ્રસંગે ઠીક કહેવાયું છે. સમ્યગ્દષ્ટિ આત્મા પોતાના બુદ્ધિભેદને વજન નથી આપતો. એ સમજે કે “આપણે તો છવસ્થ છીએ : બુદ્ધિ નાની : એમાં ભેદ થવો નક્કી : ભેદ થાય જ ઃ જો આપણે આપણા બુદ્ધિના ભેદને વળગી રહીએ, તો શાસ્ત્રનું સત્ય માર્યું જાય.'
બુદ્ધિનો ઉપયોગ શાસ્ત્રને સમજવા, હૃદયસ્થ કરવા અને જગતમાં ફેલાવવા માટે છે : વિતંડાવાદ કરવો એ તો બુદ્ધિનો દુરુપયોગ છે. ધ્યાનનો અધિકારી કોણ ?
સભા : નિશ્ચયદૃષ્ટિ આવ્યા વિના બાહ્ય ક્રિયા શું કામની ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org