________________
૧૨ : ધ્યાનના અધિકારીનું સ્વરૂપ
“શવં પ્રતિ શાન્ય" એ ધર્મ નથી :
ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા, મંગલાચરણ કરતાં એમ કહી ગયા કે ‘તીર્થ જયવંતુ વર્તે છે, કારણ કે એનામાં એક પણ અયોગ્ય વિચારને સ્થાન નથી તેમજ એક પણ સુંદર વિચારનો બહિષ્કાર નથી : એના સિદ્ધાંતો અનેક રીતે એવી રીતે સિદ્ધ થયા છે કે એની સેવાથી, સેવા કરનારો જરૂ૨ કર્મમળથી રહિત થઈ મુક્તિએ જાય જ : માટે એ શાશ્વત કાળ રહેવા સરજાયેલું છે, માટે જ દુનિયામાં નમસ્કાર કરાયેલું છે.’ આવા તીર્થની પ્રાપ્તિ થઈ એ અહોભાગ્ય, પણ જો એનો વાસ્તવિક અમલ જીવનમાં ન થાય તો કાર્યસિદ્ધ થઈ શકે નહિ.
‘આચારને અમલમાં ઉતારવા માટે જો સાધ્ય નિશ્ચિત થઈ જાય, તો આચારને જીવનમાં ઉતારવાનું બહુ સરળ થાય.’-એ વસ્તુ સમજવા માટે પ્રથમ આપણે પ્રાર્થનાસૂત્ર અંગીકાર કર્યું છે.
તમે અને અમે, દરેક શ્રી જિનમૂર્તિ પાસે દ૨૨ોજ પ્રાર્થનાસૂત્ર દ્વારા એક જ વસ્તુની યાચના કરીએ છીએ : એ યાચનામાં ભેદ નથી. તમારી અને અમારી પ્રવૃત્તિમાં ભલે ભેદ હોય, પણ ધ્યેય તો એક જ છે : માટે બન્નેની પ્રાર્થના શાસ્ત્રકારે એક જ કહી છે. એ પ્રાર્થનામાં આપણે જે માગી રહ્યા છીએ તેનું નિરીક્ષણ કરીએ છીએ, વીતરાગ પાસે આપણે શું માગીએ છીએ ? ‘હે વીતરાગ ! હે ભગવન ! તું જયવંતો ૨હે :' કારણ કે તારી જયમાં અમારી જય છે. એમની જયમાં આપણી જય ન હોય તો જય બોલાવીએ નહિ. એમની જયમાં જ આપણા આત્માની જીત છે, આપણા આત્માનો ઉદય છે.
‘હે ભગવન્ ! તારા પ્રભાવથી હો.’ ‘શું હો ?’ એની વિચારણા ચાલે છે. એ વિચારણામાં જેટલી દૃઢતા થઈ જાય તેટલો ઉદય નિકટ છે. એમ થાય તો જ શ્રી જિનેશ્વરદેવે કહેલા આચારો હૃદયમાં ચોંટે, જીવનમાં ઉતારવાની ભાવના થાય, અને આચારમય બનવા માટે સઘળી શક્તિ ખર્ચાય. જે માટે પ્રાર્થના થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org