________________
૧૨ : ધ્યાનના અધિકારીનું સ્વરૂપ
♦ “શનું પ્રતિ શાઠ્યમ્” એ ધર્મ નથી :
♦ ધ્યાનનો અધિકારી કોણ ?
૭ આત્માને ન છેતરો !
♦ આડંબરથી મુક્તિ નથી :
♦ સ્વાર્થ એ જ મહાપાપ :
વિષય : બાહ્ય ક્રિયા કરતાં પણ અત્યંતર લક્ષ્ય સ્વરૂપપ્રાપ્તિનું જ હોવું જોઈએ. એ માટે ધ્યાની આત્મામાં હોવી જોઈતી અનિવાર્ય બાબતોનું વર્ણન.
12
ગત પ્રવચનમાં નિયમ, ક્રિયા, પ્રતિજ્ઞા, આલંબન આત્મોન્નતિમાં કેવાં અનિવાર્ય છે એ વાત સમજાવ્યા બાદ અત્રે માત્ર બાહ્ય ક્રિયાઓ કર્યા કરવી અને અત્યંતર લક્ષ્ય ચૂકી જવાથી કેવાં નુકસાન થાય તે વાત સમજાવવા માટે નિશ્ચયની શુદ્ધિ ઉપર પ્રકાશ પાથર્યો છે. યોગશાસ્ત્રાદિ ગ્રંથોના આધારે ધ્યાન કરવા માટે યોગ્ય આત્મામાં કેટકેટલી બાબતો હોવી અનિવાર્ય છે - તેનું સુંદર નિરૂપણ કર્યું છે. માત્ર ક્રિયાઓ કર્યે જવી અને ધર્મ-અધ્યાત્મ આવી ગયો માની લેવું એ આત્માને જ ઠગવા બરાબર છે, માટે એવું ન કરતાં ક્રિયાઓ અકબંધ રાખીને એમાં જોઈતો ભવનિસ્તા૨ક ભાવ ભરવાનું જ કામ કરવું જોઈએ. એ જ આ પ્રવચનનો સાર છે.
સુવાક્યાતૃત
પ્રાર્થના કેવળ શાબ્દિક ન જોઈએ.
♦ નીતિમાં ધર્મની ભજના (હોય ખરી કે ન પણ હોય) છે, જ્યારે ધર્મમાં નીતિ નિયમા (હોય જ) છે. વિતંડાવાદ કરવો એ તો બુદ્ધિનો દુરુપયોગ છે.
સારી જિંદગી સુધી દુનિયાનાં પાપ-વ્યવહારોમાં રચ્યોપચ્યો રહે અને ધર્મક્રિયા વખતે નિશ્ચયની વાત કરે એ તો ગ્રથીલતા છે.
જે આદમી હજારો આદમી સમક્ષ ભૂલ કરતાં નથી કંપતો, તે આદમી એકાંતમાં ભૂલ નહિ કરે એની શી ખાતરી ?
જે ભૂમિકાએ જે ક્રિયાઓ હોય તે છોડવી જોઈએ નહિ. એ ક્રિયાઓથી ધીમે ધીમે આત્મા ચડતો જાય છે. પાપથી બચે છે.
આલંબન બરાબર લઈએ તો પરાકાષ્ઠાએ લઈ જાય.
♦ સંસાર એ રોગ, મોક્ષ, નીરોગાવસ્થા : શ્રી જિનેશ્વરદેવ કહેલો ધર્મ એ ઔષધ અને અર્થ - કામ એ કુપથ્ય.
આજનાં ઘણાં માબાપોને એ ચિંતા છે કે ‘ધર્મની વાતોથી બાળક સાધુ થઈ જશે !' પણ એ ચિંતા નથી થતી કે ‘ધર્મની પ્રાપ્તિ વિના ઉઠાવગીર થઈ જશે.' ઉઠાવગીર થાય તે સારો કે સાધુ થાય તે સારો ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org