________________
145
-
- ૧૧ : આલંબનની આવશ્યકતા – 11
-
૧૪૫
એના અમલ વિના ભાવના ફળીભૂત ન થાય. બાહ્ય આલંબનશુદ્ધિની અતિ આવશ્યકતા છે. એ ભાવનું કારણ છે. પ્રધાન દ્રવ્ય તે જ કે જે ભાવ ઉત્પન્ન કરે. ભાવ ઉત્પન્ન કરનાર દ્રવ્યની ઉપેક્ષા કરે તેની સિદ્ધિ થઈ નથી, થતી નથી અને થશે પણ નહિ. હવે ચાલો પ્રાર્થનાસૂત્રમાં આગળ :
પ્રાર્થનાસૂત્રમાં સૌથી પ્રથમ માગણી “ભવનિર્વેદની છે કારણ કે ભવનો નિર્વેદ થયા વિના મોક્ષ માટે વાસ્તવિક યત્ન થતો જ નથી. કલિકાળસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા સ્પષ્ટપણે કહે છે કે “ભવથી નિર્વેદ નહિ પામેલા આત્માનો મોક્ષ માટે જે યત્ન છે, તે અયત્ન જ છે–એ આપણે કાલે જોઈ ગયા છીએ. હવે એ “ભવનિર્વેદ” ટકાવી રાખવા માટે “માર્ગાનુસારિતા અતિ જરૂરની છે. માર્ગાનુસારિતાના વિવરણમાં શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે :
मार्गानुसारिता असद्ग्रहविजयेन तत्त्वानुसारिता' અસદ્ગહના વિજય દ્વારા તત્ત્વને અનુસરવું, એ જ ખરી તત્ત્વોનુસારિતા એટલે કે માર્ગાનુસારિતા છે.' અસદ્ગહની હયાતીમાં સાચી તત્ત્વોનુસારિતા આવતી જ નથી. તત્તાનુસારિતા, એ ભવનિર્વેદને પુષ્ટ બનાવનારી વસ્તુ છે. જેમ જેમ તત્ત્વનુસારિતા વધતી જાય, તેમ તેમ ભવનિર્વેદ પણ પુષ્ટ બનતો જાય છે. “તત્તાનુસારિતા' પછી ‘ઈકલસિદ્ધિ'ની માગણી, કે જેથી ઉપાદેયને અંગીકાર કરવાની પ્રવૃત્તિ નિર્વિઘ્નપણે થઈ શકે. ઉપાદેયને નિર્વિઘ્નપણે અંગીકાર કરવા માટે લોકવિરુદ્ધ'કાર્યોનો અવશ્ય ત્યાગ થવો જોઈએ. આ રીતે ‘ભવનો નિર્વેદ-માર્ગાનુસારિતા'‘ઈટંકલસિદ્ધિ” અને “લોકવિરુદ્ધ કાર્યોનો ત્યાગ'-એ ઇચ્છનાર આત્માને ઉત્તમ કાર્યવાહી સાથે કદી પણ વિરોધ હોય ? રોજ પ્રભુની સમક્ષ અગ્રપૂજા કરતાં સાથીઓ કરી ચાર ગતિનો છેદ, સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્રની પ્રાપ્તિ અને તે દ્વારા મોક્ષની માગણી કરનારા આત્માઓને, પ્રભુપ્રણીત અનુષ્ઠાનો તરફ વિરોધ હોય એ બને જ કેમ ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org