________________
૧૪૪
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૧
–
14
ભાવના ભાવ વધારનારી પણ બને છે. એમ કહીએ કે “અમારા ભાવ સારા છે. ને પછી ગમે તેમ વર્તીએ એનો મેળ મળે શી રીતે ?
ત્યાગના અર્થી ને રાગના સેવક એ બને ? વીતરાગના ભક્ત અને વૈરાગ્યના વૈરી એમ બને ?
એમ કહે કે “શ્રી જિનેશ્વરદેવ, નિર્ગસ્થ ગુરુ અને એમણે કહ્યું તે ધર્મ એ ખરું, પણ મારો સંસાર પહેલો !” આ નાટક નહિ તો શું ? એમ માનનારને સંસાર જ રહે ને ?
અભિનવ શેઠે દાન દીધું પણ પામ્યો નહિ : સોનૈયા પડ્યા એ જ પામ્યો : કારણ કે એની ભાવના ન હતી અને જીરણશેઠની ભાવના એવી હતી કે દાન ન દીધું તોયે જો દુંદુભી જરા મોડી વાગી હોત તો કેવળજ્ઞાન પામત ! આ વાતથી ભાવના સાબિત થાય. આ રીતે છે એ વાત સાચી પણ ભાવનાને આગળ કરનાર, ભાવના પ્રગટી ક્યાંથી એ ન વિચારે એ કેમ ચાલે ?
શ્રી જીવણશેઠ પ્રભુ જે દિવસે ભિક્ષા માટે નીકળ્યા તે દિવસે પણ પોતે આંગણામાં રાહ જોઈને ઊભા છે. ભગવાન તો નિરીહ છે. “રોજ આવે છે માટે એને ત્યાં જાઉં,’ એ વિચાર એમને નથી. ભગવાન નીકળ્યા : યોગ્ય લાગ્યું ત્યાં ગયા : જેને ત્યાં ગયા તે ભાગ્યશાળી એવો કે અડદાદિનું દાન દેવરાવ્યું. જીરણશેઠ તો ભાવના ભાવે છે કે ભગવાન કયારે આવે ?” અહીં સોનૈયાની વૃષ્ટિ થઈ : દેવદુંદુભી વાગી : “અહો દાન અહો દાન”ની ઉદ્દઘોષણા વગેરે પંચ દિવ્ય પ્રગટ થયાં : ત્યારે જીરણશેઠે જાણ્યું કે “ભગવાને દાન લીધું.” શેઠે તો એ વિચાર્યું કે “હું કેવો હીણભાગ્ય કે પ્રભુ મારે ત્યાં ન પધાર્યા. શાસ્ત્ર કહે છે કે “એની ભાવના એવી ઊંચી હતી કે, દુંદુભિ થોડી મોડી વાગી હોત તો કેવળજ્ઞાન થાત !” દુંદુભિથી જીરણશેઠની ભાવના તૂટી ગઈ : ત્યાં એ વિચાર કરે છે કે - “મારે અંતરાય હશે કે, ભગવાન ન આવ્યા.” આ ભાવનાને ક્રિયા વગરની કહેવાય ? એમની ભાવનાના નામે ક્રિયાની અવગણના કરનારા, એમની વાતને પૂરી સમજતાં પણ નથી !
શાસ્ત્ર કહે છે-“સમ્યક્ત વિનાની ક્રિયા છાર ઉપર લીંપણ જેવી.” સમ્યક્ત ક્યારે થાય? દેવ, ગુરુ અને ધર્મને સમ્યફ પ્રકારે માને તો. શ્રીમાન હરિભદ્રસૂરિજી મહારાજા કહે છે કે ક્રિયા, નિયમ, પ્રતિજ્ઞા, એ પડતા આત્માને ટેકવનારા છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org