________________
18
- ૧૧ : આલંબનની આવશ્યકતા - 11 - ૧૪૩ “કારણજોગે કારજ નીપજેજી, સમાવિજય જિનઆગમ રીત રે” “કારણ જોગે હો કારજ નીપજે, એમાં કોઈ ન વાદ;
પણ કારણ વિણ કારજ સાધીએ, એ નિજ મત ઉન્માદ.” અરે, દુનિયાની પણ એ રીત છે. માટી વિના ઘડો થાય ? ઘડો જોઈએ તે માટી લાવે ને ! ઘડો બન્યા પહેલાં પણ માટી હોય, બનતી વખતે પણ માટી હોય અને બન્યો એટલે પણ માટી તો ખરી જ ને ? ઘડો માટીમય કે માટી બહાર ? ઘડો માટીમય ન બને તો ઘડારૂપે રહે ક્યાંથી ? કારણ વિના કાર્યોત્પત્તિ ન હોય. હવે એ માટી પણ ઘટરૂપ થાય ક્યારે ? જ્યારે એના અંગે જરૂરી મહેનત થાય ત્યારે ને ? શાસ્ત્ર કહે છે કે દ્રવ્ય આલંબનના સ્વીકારે એની ભાવના પણ વાંઝણી હોય છે.'
જીરણ શેઠે ભાવનાથી કામ કર્યું -એમ કહી દે છે, પણ જીવણશેઠે શું કર્યું તે જાણવાની દરકાર નથી. ભગવાન ચાર મહિનાની પ્રતિમામાં હતા : જીરણશેઠ તે ઉદ્યાનમાં જતા : વંદન કરતાં ભગવાનના એકેએક અંગનાં ગુણગાન કરતા અને આવતી વખતે વિનંતિ કરતા કે “ભગવાન ! આપ ભિક્ષા માટે નીકળો ત્યારે આ રંકને પાવન કરજો. ભગવાન બોલે પણ નહિ, સામું પણ ન જુએ, આંખનું પોપચું પણ ઊંચું ન કરે, છતાં જીરણશેઠ રોજ જાય અને દર્શન કરે : અંગેઅંગના ગુણ ગાય : હાથ આવા, પગ આવા, મુખ આવું, વગેરે અંગોનાં પણ ગુણગાન કરીને પછી પ્રાર્થના કરે કે “પ્રભો ! ભિક્ષા લેવા નીકળો ત્યારે આ રંકને પાવન કરજો.” આ બધું દ્રવ્ય ખરું કે નહિ ?
કહે છે કે “અભિનવ શ્રેષ્ઠીએ દાન દીધું પણ ભાવના નહોતી તો ન ફળ્યું અને જીરણશેઠે દાન ન દીધું પણ ભાવનાથી કામ થયું !” આટલું જ પકડી રાખે : પણ એને જવાબ આપનાર તો કહી શકે છે કે “ભાઈ ! જીરણશેઠની હકીકત બરાબર વાંચ તો ખરો ! ચાર ચાર મહિના સુધીની એ લાગેટ ક્રિયાને કેમ ભૂલી જાય છે ?” રણશેઠની ભાવના કેવળ વાંઝણી હતી કે ફળવતી ? એમની ભાવનામાં દ્રવ્યના ફુવારા કેટલા હતા ?-એ જુએ નહિ અને આલંબનને ધક્કો મારે ! શું ખાલી ભાવનાથી જ કામ થાય ? ભાવના જાગે ક્યારે ? ભાવના કરે કે “મુનિને દઉં.” ને મુનિ આવે એટલે બારણાં બંધ કરે તો ? શાસ્ત્ર કહે છે કે “જે ભાવના ભવનાશિની' તે જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org