________________
૧૪૨ -
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧
-
142
શૂરવીરતાના છાંટા આવે છે, તો પવિત્ર ભૂમિમાં પાવન થયા વિના કેમ રહે ? જ્ઞાનીએ કહેલ બાહ્ય આલંબનની અવગણના કરનારા, આત્માની અવગણન કરનારા છે.
સભા: ભાવ વિનાની ક્રિયા શાસ્ત્ર તુચ્છ કહી છે ને ?
બરાબર છે. એ તો કહ્યું કે “ભાવ વિનાની ક્રિયા વાસ્તવિક રીતે નિષ્ફળ કહેવાય? પણ એકલા ભાવમાત્રને જપનાર ને આલંબનની અપેક્ષા નહિ કરનારનો ભાવ ટકશે કે કેમ ?
સભા : અજ્ઞાનમૂલક ક્રિયા નિષ્ફળ ને !
જ્ઞાનીની નિશ્રા વગરની અજ્ઞાનમૂલક ક્રિયા વસ્તુતઃ નિષ્ફળ ! શાસ્ત્ર કહે છે કે એક તો જ્ઞાની, સ્વયં જ્ઞાની મુક્તિમાં જાય અને જ્ઞાની ન હોય તે પણ જ્ઞાનીની નિશ્રાએ વર્તે તો મુક્તિમાં જાય. મારવાડની ભૂમિમાં ફરવું વિકટ છે, પણ પેલો ભીલ માર્ગ બતાવે તે મુજબ ચાલનાર બધા ઘરે પહોંચે. સ્વયં જ્ઞાની નથી અને જ્ઞાનીની નિશ્રા પણ નથી, એની ક્રિયા અજ્ઞાનમૂલક ! કોઈ માણસ ભલે નવકારનો અર્થ ન જાણે, પણ એમ માને કે “ભગવાને કહ્યું છે અને ગુરુ કહે છે કે નવકારનો ગણનારો પાવન થાય, માટે એ અનુપમ છે ?' આવું હૃદયમાં સ્થાપી ગણવા માંડે કે કર્મ ખસવા માંડે !
નમો અરિહંતાણું –' શબ્દમાં જે ભાવ લાવવો જોઈતો હતો, તે પેલાએ શ્રદ્ધામાંથી કાઢ્યો ! એને એ શ્રદ્ધા છે કે ભગવાન, ગુરુ, નિગ્રંથો, ત્યાગીઓ બધા કહે છે કે “નવકાર જેવું મંગલ એક પણ નથી.” “સંસારથી મને જે તારે તે મંગલ :” એ અર્થ સમજીને જે ભાવના લાવવી જોઈતી હતી, તે મહાપુરુષના વચન પરની શ્રદ્ધાથી આ લાવે છે. અરે સંપૂર્ણ જ્ઞાન ન થાય ત્યાં સુધી જ્ઞાનીને પણ શ્રદ્ધા વિના ચાલતું નથી. અમુક જાતનું જ્ઞાન થયા વિના, આત્મા પરના મળરૂપ દોષો દેખાતા નથી. કેવળજ્ઞાન વિના આત્મા પણ દેખાતો નથી. ઘણા કહે છે કે “ભાવ વિનાની ક્રિયા નકામી કહી !' પણ તેઓ ભૂલી જાય છે કે તે તે ક્રિયામાં ભાવનાશુદ્ધિનું ધ્યાન ખેંચવા માટે ! અને તેથી જ સાથે સાથે જ કહ્યું કે “દ્રવ્ય વિના ભાવ પણ નથી !” ભાવનું કારણ દ્રવ્ય. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ, - એ ચાર નિક્ષેપાઓની વિચારણામાં કહ્યું કે ભાવનું કારણ દ્રવ્ય. પહેલું કારણ કે કાર્ય ? શાસ્ત્રના એક જગ્યાના વાક્યને કદી ન પકડાય. કારણ વિના કાર્ય બને ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org