________________
141
– ૧૧ : આલંબનની આવશ્યકતા - 11 -
-
૧૪૧
- સિત્તેર વર્ષે કુમારપાળ મહારાજા પરમ શ્રાવક બન્યા : સિદ્ધિગિરિનો સંઘ કાઢ્યો : પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરિજી મ. સાથે હતા : બેયની ઉંમર સિત્તેર વર્ષની હતી : લગભગ સરખી : છ માસનો ફરક હશે : બેયનું આયુષ્ય ચોરાશી વર્ષનું : પૂ. આ. મ. હેમચંદ્રસૂરિજી મ. તો વિહાર કરતા જ હતા, કારણ કે નાનપણથી સંયમી હતા. જ્યારે સંઘ નીકળ્યો ત્યારે પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ કુમારપાળને કહ્યું, “રાજનું! તું ઠેઠ સુધી ચાલી શકશે ?' શ્રી કુમારપાળે કહ્યું કે “ભગવન્! હું બહુ ભટક્યો છું, ઘણું સહન કર્યું છે, પણ એ બધું રાજ્યોથે, સંસારાર્થે હોઈ નિરર્થક ગયું : આજે શ્રી જિનેશ્વરદેવ, આપ સરીખા ગુરુ અને આવો ઉત્તમ ધર્મ મળ્યો છે અને શ્રી સિદ્ધગિરિજીની યાત્રાએ જતાં ચાલું નહિ તો મારા જેવો કમનસીબ કોણ ? હું આપની સાથે ચાલીને યાત્રા કરીશ !”
કુમારપાળે પચીસ વર્ષની ઉંમરથી માંડીને લગભગ રાજ્ય ન મળ્યું ત્યાં સુધી, સિદ્ધરાજના મારાઓના ભયથી નાસભાગ કરી છે : કેવી નાસભાગ ? જબરી! આ આવ્યા, આ આવ્યા,-એમ ને એમ નાસભાગમાં એ બધી ઉંમર ગઈ છે : ખાવાનું, પીવાનું, બેસવાનું કંઈ જ ઠેકાણું નહિ ! આ બધું યાદ કરી કરી કુમારપાળ મહારાજા કહે છે : “આજ તો ચાલવું એ ધર્માર્થે અને મોક્ષાર્થે છે. આપ જેવા ગુરુ મળ્યા છે પછી શું ? આપની સાથે ચાલીને જ યાત્રા કરીશ.”
સિત્તેર વર્ષની વયે કુમારપાળ મહારાજાએ છરી પાળતાં યાત્રા કરી. રસ્તામાં આવતાં ઝાડને પણ પુષ્પમાળા ચડાવતાં કહેતા કે “શ્રી સિદ્ધગિરિજીની યાત્રાએ જતા, યાત્રિકને છાયા-વિશ્રાંતિ આપનાર ઝાડો પણ યાત્રામાં સહાયક છે માટે પૂજનીય છે.” અરે જમીનને પણ નમતા. એવા મહાપુરુષો પણ બાહ્ય આલંબનને કેટલાં મજબૂત બનાવતા ? એવા કુમારપાળ યથેચ્છપણે ઝાડ તોડે, પત્તાં તોડે, વનસ્પતિ પર પગ મૂકે ?
જે જગ્યાએથી પરમ પવિત્ર શ્રી સિદ્ધગિરિજી દૃષ્ટિએ આવ્યો, તે જગ્યાએ પડાવ કરી અઢાઈ મહોત્સવ કર્યો. ધન્ય છે આ જગ્યાને કે અહીંથી અમને શ્રી સિદ્ધગિરિજીનાં દર્શન થયાં. અરે, ભગવાન જ્યાં જ્યાં ભિક્ષાએ ગયા છે, ત્યાં ત્યાં ભક્તોએ ખૂંપો બંધાવ્યા છે. મહારાજા કુમારપાળ પણ પરમ ભક્ત છે. આ શું? આલંબન. આજે પણ યુદ્ધભૂમિમાં કોઈ સામાન્ય આદમી જાય તોયે એને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org