________________
૧૪૦ ––
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧
-
140
શ્રાવકના વેપાર નિરાળા હોય : બહુ જ લુખ્ખા હોવા જોઈએ. એ વાત મુંઝવણ કરાવે તેવી છે, પણ હોય એ કહ્યા વિના ચાલે ? શ્રાવક જો સંતોષી થઈ જાય, તો તેના ભાલસ્થળ ઉપર નૂરના ઓવારા ઊડે. એવો તેજસ્વી બને કે સામો નમી પડે. આજે તો શ્રીમાનો પર તેજ ક્યાં છે ? ધમાલ ને ધમાલ ! પાંચ માગનાર અને દશ લેનાર ! તમારા દુઃખનો અંત નથી ! સુખ શામાં છે, જ્યાં છે, તે ખરેખર તમને સમજાતું નથી ! દિવસે દિવસે તમારું જીવન સુધરે છે કે બગડે છે ? તમે મોટા, ડાહ્યા, સમજદાર થયા : કહો તો ખરા કે તમારી પ્રવૃત્તિ કઈ વધી અને કઈ ઘટી ?
પૂજ્ય આચાર્યશ્રી હીરસૂરિ મહારાજના વખતમાં પાલણપુરના વર્ણનમાં એમ આવે છે કે “રોજ મંદિરમાં એક મૂડો ચોખા થતા. મૂડો એટલે પચાસ મણ. ત્યાંના શેઠિયાઓ પાલખીમાં બેસીને વ્યાખ્યાને આવતા.” ધર્મની જાહોજલાલી આનું નામ ! જાહોજલાલી વખતે ધર્મીની આ ભાવના, આ વૃત્તિ, આ કાર્યવાહી હતી. શ્રાવકો ક્રિયાચુસ્ત હતા.
ધર્મ માટે “ફુરસદ નથી' – એમ કહેવાય ? આ તો ચોમાસામાંયે વેપાર ! તમારે માટે નિવૃત્તિનો સમય ક્યો તે તો કહો ! તમે બે કલાક પણ ભેળા થાઓ, તે પણ ભેળા કરનારમાં તાકાત હોય તો ! અહીં તમને ઊંઘવા દઉં તો કાલે ભાગી જાઓ. સ્થિતિ એ જોઈએ કે બે કલાક તો તમારી જાતે આવો : એ બે કલાક વિના તમને ચેન ન પડે : ગમે તેમ, ભલે સમજ ન પડે, પણ સૂત્રના મંત્રાક્ષરોથી આત્માને પવિત્ર કરવાની ભાવનાએ આવો ત્યારે કામ થાય ! આ બે કલાકની કિંમત સમજો. બાવીસ કલાકની પ્રવૃત્તિમાં અટકાયત કરનાર આ બે કલાક છે : બાવીસ કલાકમાં આત્મા જ્યાં જ્યાં પડતો હોય, ત્યાં પડકાર કરનાર આ બે કલાકનું શ્રવણ છે ? ધર્મશ્રવણના બે કલાક બહુ જરૂરી છે : એ બે કલાક વિના જીવન લખું સમજો : બે કલાકમાં તરબોળ બનો તો બે કલાક બાવીસ કલાકના પાપને રોકનાર બને : બે કલાક જરૂરના લાગે તો પણ કામ થાય ! બાહ્ય આલંબનની અતિ જરૂર છે. ભગવાન ઋષભદેવની મૂર્તિ તો અહીં પણ છે અને શ્રી સિદ્ધગિરિજી ઉપર પણ છે : પણ એ સ્થાન કેવું ? એ આલંબન કેવું ? એ જગ્યાએ ચડવા માંડે કે ગમે તેવા વિચારનો આદમી જો તેનામાં તથા પ્રકારની ભવ્યતા હોય, તો તે પણ ત્યાં તો જરૂર ડોલે : ત્યાંનું વાતાવરણ, પરમાણુ, હવા, સ્પર્શના બધું ઊંચી કોટિનું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org