________________
139 – - ૧૧ : આલંબનની આવશ્યકતા - 11 – ૧૩૯
વાત પણ ખરી છે કે આલંબનની શુદ્ધિ વિના શુદ્ધ માર્ગે આવેલો એવો આત્મા કઈ રીતે શુદ્ધ માર્ગમાં ટકી શકે ? બહારના આલંબનની જરૂરી શુદ્ધિ ગઈ, તો ભાવનાનો નાશ થાય એમાં આશ્ચર્ય શું? શુદ્ધ આલંબન વિના ભાવના એક દિવસ રહે, બે દિવસ રહે, પણ કયાં સુધી રહેવાની ? કુળથી અહિંસક જેનનો દીકરો, કસાઈના લત્તામાંથી નીકળે તો પહેલીવાર ઊલટી થાય, બીજી વાર ચક્કર આવે, ત્રીજી વાર કમકમાટી થાય, ચોથી વાર આંખો મીંચાય, પણ પછી આગળ શું થાય ? “હશે, રોજનું થયું. ક્યાં ગયું પેલું બધું ? આલંબને આત્માને કઈ કોટિમાં મૂક્યો ?
શાસ્ત્ર કહે છે કે એક વાર પાપ કર્યું તો પરંપરા ચાલી : એક પાપ સો પાપને કરાવે. “ચીકણી જમીન પર પગ ખસ્યો કે આખું શરીર ખસે. “પગ ખસ્યો તેમાં શરીરને શું?' - એમ ન કહેતા. બધો આધાર પગ ઉપર છે. પગ ખસે માટે પગને જ વાગે એમ નહિ, પણ પગ છૂંદાય, હાથે છૂંદાય, શરીરે ઘૂંદાય ને હાડકાં આખાંયે ભાંગી જાય. સારું આલંબન ગયું કે આત્માને ગબડતાં વાર કેટલી ?
આલંબનશુદ્ધિની બહુ આવશ્યકતા છે. ત્રિકાલ જિનપૂજન, ઉભય ટંક આવશ્યક, નિરંતર વ્યાખ્યાનશ્રવણ, સામાયિક, પૌષધ, દાન, શીલ, તપ, ભાવ, અનુષ્ઠાનાદિ સર્વ, આટલા બધા પ્રમાણમાં એક પછી એક યોજાયાં, એનું કારણ જ એ કે આત્મા શુદ્ધ આલંબનમાં રમતો રહે તો મન જાય ક્યાં ? શ્રાવક માટે ભાવના કેવી ઊંચી ! અમુક સમય સિવાયનો આખો દિવસ ધર્મક્રિયામાં ગાળનારો શ્રાવક, થોડો સમય ન ચાલ્વે વ્યાવહારિક પ્રવૃત્તિ કરે : એની ભાવના કેવી રહે ? વ્યાવહારિક પ્રવૃત્તિમાં -લાચાર છું, આના વિના ચાલે તેમ નથી, કયારે છુટાય ?' આ વિચારમાં રમતો આત્મા શુદ્ધ રહી શકે એમાં આશ્ચર્ય શું છે ? આજની પ્રવૃત્તિ તો એકદમ અતિશય ત્રાસજનક છે. ધર્મભાવના ન ટકતી હોય તેનું કારણ આજની પ્રવૃત્તિ છે. ઊંઘતાંયે ટેલિફોન કાને ધરવો પડે : ઘડીભરની સ્થિરતા નહિ : હૃદયમાં તો બળતરા હોય : ટેલિફોનથી બહારની બળતરા !
આજના વેપારીનું, આજની દુનિયાના આદમીનું જીવન એટલું બધું કલુષિત બની ગયું છે કે એને વાત કરવાની ફુરસદ નથી ! ગમે તેવા સ્નેહીને પણ એ કહી દે કે “જા, ભાઈ જા, મને ફુરસદ નથી, હેરાન ન કર, ચાલ્યો જા.' આવો આદમી ન ઘરનો, ન બહારનો, ન કુટુંબનો, ન દેરા ઉપાશ્રયનો, ન સમાજનો કે ન ધર્મનો-કશાનો નહિ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org