________________
૧૩૮
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૧
–
138
પણ એ સાંભળશે નહિ.” દુનિયાનાં સઘળાં પાપોનો અભાવ કરવાનું સામર્થ્ય આ વેષમાં પણ છે. આવી ભાવનાવાળાને દુનિયાનાં સધળાં પાપ તરફ તિરસ્કાર સ્વયમેવ જાગે એને કહેવાની જરૂર પડે નહિ એ સમજે. એ ભાવનાવાળો સમજે કે જ્યાં બધાં પાપ છોડવાની - તજવાની વાત આવે છે, તો થોડા પાપથી – બને એટલાં પાપથી મુક્ત તો થવું જ જોઈએ.' આ ભાવના તો કુદરતી આવે, લાવવી ન પડે. ભાવના તથા મન શુદ્ધિની જરૂર તો બહુ છે, પણ એના કરતાં જેનાથી એ મનશુદ્ધિ થાય, ભાવના થાય, એની પહેલી જરૂર છે.
આત્મા રોજ ક્રિયા કરે અને પરિણામ ન ભાળે, તો અંદરથી આત્માને અવાજ થવો જોઈએ કે “પરિણામ કેમ નથી દેખાતું ? - તો તરત એ આત્મા એ ક્રિયામાં વધુ ને વધુ જોડાતો જાય : તન્મય બનતો જાય.
પ્રસન્નચંદ્ર રાજર્ષિ મનથી પડ્યા, પણ એ પડેલાને બચાવ્યા કોણે ? ચડાવ્યા કોણે ? બહારના સાધને !
મુનિને માટે મુનિપણું પામ્યા પછી પણ શાસ્ત્ર આજ્ઞા કરી કે “મુનિએ સ્ત્રી, પશ, પંડક વર્જિત સ્થાનમાં રહેવું. શાથી ? વ્રત અંગીકાર કર્યો, સર્વથા બ્રહ્મચારી બન્યા, હવે એ આજ્ઞાની જરૂર શી ? જરૂર છે મુનિપણાની રક્ષા માટે ! જો આલંબન શુદ્ધ ન હોય-આલંબન બગડે તો મુનિપણું જતાં વાર ન લાગે. એ તો મીણનો ગોળો : અગ્નિનો તાપ ન લાગે ત્યાં સુધી કઠિન રહે : એને નરમ ન બનાવવો હોય તો અગ્નિથી દૂર ને દૂર રાખો. મુનિએ મુનિપણું સાચવવું હોય તો અયોગ્ય આલંબનથી દૂર ને દૂર રહેવું. માટે ભૂમિકાને યોગ્ય ઉત્તમ આલંબનરૂપ ક્રિયાઓ કદી પણ તજવી ન જોઈએ. શ્રી રત્નશેખરસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે :
"प्रमाद्यावश्यकत्यागात्रिश्चलं ध्यानमाश्रयेत् । योऽसौ नैवागमं जैनं वेत्ति मिथ्यात्वमोहितः ।।१।। तस्मादावश्यकैः कुर्यात्, प्राप्तदोषनिकृन्तनम् ।
यावन्नाप्नोति सद्ध्यान-मप्रमत्तगुणाश्रितम् ।। २।।" “જે પ્રમાદી આત્મા આવશ્યક ક્રિયાઓનો ત્યાગ કરી નિશ્ચલ ધ્યાનનો આશ્રય કરે છે, તે મિથ્યાત્વથી મોહિત થયેલો શ્રી જિનેશ્વરદેવના આગમને જાણતો નથી.” “માટે જ્યાં સુધી સાતમા ગુણસ્થાનને આશ્રીને રહેલા ધ્યાનની પ્રાપ્તિ ન થાય, ત્યાં સુધી (મોક્ષના અર્થી આત્માએ,) આવશ્યકો દ્વારા પ્રાપ્ત દોષોનો નાશ કરવો જોઈએ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org