________________
૧૧ : આલંબનની આવશ્યકતા 11
::
દુકાન બંધ જ હોય તો ? શાસ્ત્ર કહે છે કે ‘પરિણામ ક્વચિત્ આવે પણ ક્રિયા રોજ જોઈએ : જ્યારે બરાબર પરિણામ આવશે ત્યારે અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન થશે. આ બધી તૈયારી અંતર્મુહૂર્ત માટેની છે. એ અંતર્મુહૂર્ત આવશે ત્યારે આત્મા કર્મની સામેના સંગ્રામમાં સ્થિર બની, વીણી વીણીને એક એક કર્મને દૂર કરશે : પણ અંતર્મુહૂર્ત લાવવા કાંઈક તો કરવું પડશે ને ? એ અંતર્મુહૂર્ત માટે જ આ રજોહરણ અને તિલક. ઝવેરીને ત્યાં આવનારા બે, પાંચ કે દશ ગ્રાહક ગમે ત્યારે આવે, પણ દુકાન ખોલવાની ક્રિયા તો રોજ કરવી પડે ને ? એમ એ અંતર્મુહૂર્ત લાવવું હોય તો આ ક્રિયામાં મગ્ન રહેવું જોઈએ ને ? આ તો કહે છે કે ‘દહેરે જઈએ છીએ પણ ભાવના નથી આવતી. આજ ગયા પણ ભાવના ન આવી !' પણ ભાવના કાંઈ રસ્તામાં પડી છે કે એમ ને એમ આવી જાય ? ભાવના ન આવે ત્યાં સુધી શ્રી જિનેશ્વરદેવની પાસે જઈ પોતાની સ્થિતિ વર્ણવો અને સદ્ભાવનાની યાચના કરો. સંસારતારક નિર્પ્રન્થ ગુરુદેવો પાસે જાઓ અને કહો કે ‘ભાવના કેમ આવતી નથી ? અમારામાં ભાવના લાવો !' સાધુઓ હિતબુદ્ધિએ જે કાંઈ દોષો બતાવે અથવા દોષોને આવવાની સંભાવના કલ્પી બચાવવા માટે જે યોગ્યરૂપે કહે તે એકવાર એમ લાગે કે ટોણા મારે છે, તો પણ હું તો કહું છું કે એ જે ટોણા મારે તે પણ ખાઓ, તો ભાવનાને આવ્યા વિના છૂટકો કચાં છે ? પ્રયત્ન તો અખંડ જોઈશે.
137
ભાવના અને પરિણામ જોઈતાં હોય, તો આલંબન-સાધન-તરવાના માર્ગોને હૃદયની ઇચ્છાથી અખંડપણે સેવો; સેવ્યા વિના છૂટકો થવાનો નથી : આ વિના મનઃશુદ્ધિ થાય ? આકાશ ને પાતાળમાં ભ્રમણ કરનારું મન અંકુશ વિના ઠેકાણે આવે ? ન જ આવે ને ?
૧૩૭
આલંબનશુદ્ધિની આવશ્યકતા :
વ્યાખ્યાનમાં શબ્દો નીકળ્યે જતા હોય, પણ તમારું મન સ્થિર ન હોય તો શું થાય ? પ્રાર્થના માટે પણ કહ્યું છે કે ‘બધી ઇંદ્રિયો એકતાન જોઈએ :' નેત્રો પ્રભુની મુખમુદ્રા પર લીન હોય : પ્રભુ જે દિશામાં હોય તે સિવાયની ત્રણે દિશાનું નિરીક્ષણ વર્જ્ય હોય : પણ તમારી આંખ ટકે શાની ? સાચી ‘નિસીહી’ થાય, ‘નિસીહીપૂર્વક’ અવાય, તો તો બહારની ચીજો આત્માને સ્પર્શે પણ નહિ. પૂજન માટે ઘેરથી પ્રયાણ કર્યું કે ગમે તેવો પ્રસંગ આવે તોયે એ ક્રિયાને નિપટાવ્યા સિવાય, બીજી કોઈ ક્રિયા કરવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. પૂજા કરવા નીકળે ત્યારે માબાપ, ભાઈ, સ્નેહી બધાં સમજી જ લે કે - ‘હવે સાંસારિક કામ માટે બોલાવાય નહિ : બોલાવીએ તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org