________________
૧૦: શ્રદ્ધા અને સમર્પણ
10
• નિષ્કપટ આત્મસમર્પણ : • ભવનિર્વેદ પ્રથમ કેમ ? • ધર્મ, એ સામાન્ય બુદ્ધિથી પર હોય કે કેમ? • “શું દેવતાઓનું વચન સત્ય કે જિનોનું?”
• બુદ્ધિવાદનું સ્થાન કેટલું ? • મુક્તિનું કારણ કયું લિંગ ? • સાધનને સાધન તરીકે પિછાનો!
વિષય : આત્મસમર્પણ જ ભક્તિનો પાયો. ભવનિર્વેદ વિના મુક્તિ માટે પ્રયત્ન
જ ન થાય. આ પ્રવચનમાં પ્રવચનકારશ્રીજીએ શરૂઆતમાં જ ભગવાનની ભક્તિ માટે જોઈતા આત્મસમર્પણની સુંદર વાતો કરી ભવનિર્વેદ પદની વિવેચનાને આગળ ચલાવી છે. પ્રભુનો પ્રભાવ પણ કયારે પથરાય ? ઝીલનારમાં લાયકાત હોય તો. એ કેળવવા માટે ભવનિર્વેદ સૌથી શ્રેષ્ઠ ચીજ છે કેળવવાની. આ વસ્તુ પણ માધ્યચ્ય હોય તો સમજાય. એ સૂક્ષ્મ બુદ્ધિથી પ્રાપ્ત થાય. સામાન્ય બુદ્ધિથી ધર્મને પારખવા જનારો થાપ ખાઈ જાય. તરવાનો માર્ગ તો એક સર્વજ્ઞનો ત્યાગમાર્ગ જ છે - વગેરે વિષયોની વિવેચના કરી પ્રસ્તુત પ્રવચનવહેણ પરિપૂર્ણ થાય છે.
મુવાક્યાતૃત
• કપટરહિતપણે આત્મા અર્જાય ત્યાં ખરી ભક્તિ છે. જ્યાં કપટ અને પ્રપંચ હોય ત્યાં સમર્પણ ન
જ હોય. સંસારનો રાગ એ ભયંકર રોગ છે અને એ રાગની પ્રશંસા અને પુષ્ટિ કરનારા ત્યાગીઓ, એ વસ્તુતઃ ત્યાગીઓ જ નથી. • ધર્મ એ સામાન્ય બુદ્ધિથી પર વસ્તુ છે.
સામાન્ય બુદ્ધિમાં વિશિષ્ટ જ્ઞાનની નિશ્રાના યોગે તે ધર્મ પ્રતિબિંબિત થાય છે. • ધર્મમાં મરજી મુજબના ફેરફાર કરવા માટે બુદ્ધિવાદનો વાયડો ઉપયોગ કરવો, એ તો એક
જાતનું ભયંકર મિથ્યાત્વ છે. • બાધક વસ્તુના ત્યાગ માટે અને સાધક વસ્તુના સ્વીકાર માટે, બુદ્ધિવાદનો જેટલો ઉપયોગ કરવો
હોય તેટલો કરવાની શ્રી જિનશાસનમાં છૂટ છે. • સર્વજ્ઞની નિશ્રાએ ચાલનારા અંધશ્રદ્ધાળુ નથી, પણ જાગતી જ્યોત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org