________________
૧૦ : શ્રદ્ધા અને સમર્પણ
નિષ્કપટ આત્મસમર્પણ :
ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા મંગલાચરણ કરતાં તીર્થની પ્રશંસામાં ફરમાવી ગયા કે “આ તીર્થ જયવંતુ વર્તે છે.” શાથી ? એમાં એક પણ અયોગ્ય વિચારને સ્થાન નથી તેમજ એક પણ યોગ્ય વિચારનો અભાવ નથી : એના સિદ્ધાંતો અનેક પ્રકારે એવી રીતે સિદ્ધ થયેલા છે કે તેના સેવનથી આત્મા જરૂ૨ નિર્મળ થઈને મુક્તિપદને પામે જ : માટે જ એ શાશ્વત રહેવા સરજાયેલું છે : અને એ જ કારણે જગતમાં એની જોડી નથી : અને એથી જ સર્વ તીર્થપતિઓ વડે નમસ્કાર કરાયેલું છે.” આવા તીર્થને પામ્યા બાદ, જે જાતનો આચાર એમાં વર્ણવાયો છે, એને જીવનમાં ઉતારવો જોઈએ. તે વિના કદી પણ કલ્યાણ થઈ શકે તેમ નથી, માટે બીજા શ્લોકમાં ટીકાકાર મહર્ષિ ફરમાવે છે કે
સુવિનિશ્ચિત શ્રી આચારસુત્રને ભગવાન શ્રી મહાવીરદેવે જગતના કલ્યાણ માટે કહ્યું છે.” આ શાસ્ત્રનું છઠું અધ્યયન વાંચવાનું છે. પહેલાં એની પીઠિકા થઈ રહી છે. પછી પહેલા અધ્યયનથી પાંચમા સુધી શું શું આવે છે, તે સામાન્યતઃ જોઈ લીધા પછી, છઠું અધ્યયન શરૂ થશે. ધૂનન કરવાની યોગ્યતા લાવવા માટે અહીં પ્રાર્થનાસૂત્ર (જય વિયરાય)ની વિચારણા ચાલે છે. ધૂનન મૂળમાંથી કરવાનું છે. અનાદિકાળથી સંસારનાં જે મૂળિયાં મજબૂત થયેલાં છે, તેને મૂળમાંથી હલાવવાનાં છે. એ ધૂનન કરવું હોય તો એ ફરજ છે કે કરનારે તેમજ કરાવનારે એક ધ્યેય પર મક્કમ થવું જોઈએ.
હમેશાં શ્રી વીતરાગદેવ પાસે તમારી અને અમારી પ્રાર્થના કઈ છે ? આપણે શું ઇચ્છીએ છીએ ? શું માગીએ છીએ? એ માગણીને અનુસરતી ભાવના થઈ જાય, તો ધૂનનથી જે કાર્યવાહી કરવા માગીએ છીએ, તે બહુ સહેલી અને સુકર થઈ જાય : કઠિનતા ન રહે. અનાદિની વાસના પર કાપ મૂકવો, એને વર્જવી, એ નાનુંસૂનું કામ છે ? ધૂનન તો કાર્ય છે : પ્રવૃત્તિ છે : પ્રવૃત્તિ પહેલાં ભાવના તો શુદ્ધ બનાવવી જ જોઈએ. ભાવના, પરિણામ અને પ્રવૃત્તિ -એ ત્રણેના સ્વરૂપને ધ્યાનમાં રાખવાની જરૂર છે.
પ્રાર્થના, એ ભાવનારૂપ છે. પ્રાર્થના આત્મા સાથે એકાકાર થવી જોઈએ : તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org