________________
૧૨૦
-
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧
–
120
જ આત્મા શ્રી જિનેશ્વરદેવના માર્ગમાં ટકે, નહિ તો ખસી જાય : ચંચળ થવાનાં સાધનો એટલાં બધાં છે કે ટકી શકાય નહિ. વિધિપૂર્વક ત્રિકાળપૂજન, વગેરે વગેરે શ્રાવકપણાની કરણી કરે તો સાત વાર ચૈત્યવંદન થાય : હાલ એ વાતને બાજુ રાખો : પણ એકવાર તો ચૈત્યવંદન થાય છે અને તેમાં પ્રાર્થના બોલાય છે ને ! એકવાર બોલવામાં પણ બોલનારનો આત્મા તો એકતાન થવો જોઈએ ને ? પ્રાર્થનાસૂત્ર (જય વિયરાય) તો આખા ચૈત્યવંદન બાદ છેલ્લે આવે છે. પહેલાં ઈરિયાવહિ, ચૈત્યવંદન, અંકિચિ, નમુત્યુર્ણ, જાવંતિ, ખમાસમણ, જાવંત-કે-વિસાહુ, પછી સ્તવન જેમાં પ્રભુનાં ગુણગાન ને પોતાના દોષ પ્રકાશે, ત્યાર બાદ આ પ્રાર્થનાસૂત્ર બોલે. આ બધામાં જે વસ્તુઓ યોજાઈ છે, તે બધી એવી તો અનુપમ છે કે જો એ ભાવનાપૂર્વક બોલાય તો પ્રાર્થનાસૂત્ર વખતે એ આત્માની દશા એકાકાર બની જાય. પણ એ સમયે ભક્તિનાં પૂર વહેવાં જોઈએ. લોકોક્તિ છે કે ચંદ્રનાં દર્શનથી સાગરમાં કલ્લોલ આવે : તે જ રીતે શ્રી જિનચંદ્રના દર્શનથી હૃદયમાં ભક્તિસાગરના ઉછાળા આવવા જોઈએ. એ શ્રી જિનેશ્વરદેવની ઓળખાણ માટે નમુત્થણ (શક્રસ્તવ)માં એક એક વિશેષણ છે, તે વિચારાય તો આત્મા સમર્પાઈ જાય. શસ્તવમાં પ્રભુની ઓળખાણ આપવામાં, સ્વરૂપ દર્શાવવામાં, હેત વગેરે બતાવવામાં કમી રાખી નથી. આ બધું કર્યા પછી પ્રાર્થનાસૂત્ર આવે છે. એમાંની માગણી સમજો તો આત્મા બહુ દઢ બની જાય અને દઢતા આવે તો ગબડી ન જવાય :ધૂનન પચે. આ બધી સ્થિતિ પ્રાપ્ત કરવા આ પ્રાર્થનાસૂત્ર પર જેટલો થાય તેટલો વિચાર કરવો જરૂરી છે,
હે ભગવન્! તારા જયમાં અમારો જય છે.” એટલે કે તારા અભાવમાં અમારી દુર્દશા છે. તું ન મળે તો અમારી હાલત કફોડી ! કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા તો શ્રી વીતરાગસ્તોત્રમાં ત્યાં સુધી કહે છે કે :
“यत्राल्पेनापि कालेन, त्वद्भक्तेः फलमाप्यते ।
कलिकालः स एकोऽस्तु, कृतं कृतयुगादिभिः ।।१।।" હે વીતરાગ ! જે કાળમાં થોડા પણ સમયમાં તારી ભક્તિનું ફળ મેળવી શકાય છે, તે એક કલિકાળ હો? અમારે કૃતયુગાદિથી સર્યું.”
આ પ્રમાણે માનનાર આત્મા પ્રાર્થનામાં કેવો એકાકાર થાય એ વિચારો. શ્રી આનંદઘનજીએ કહ્યું કે :
“ચિત્ત પ્રસન્ન રે પૂજનફલ કહ્યું રે, પૂજા અખંડિત એહ; કપટરહિત થઈ આતમઅરપણા રે, આનંદઘન પદ રેહ. I૧.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org