________________
૧૨૧
121 -
– ૧૦ : શ્રદ્ધા અને સમર્પણ - 10 – કપટરહિતપણે આત્મા અર્જાય ત્યાં ખરી ભક્તિ છે. જ્યાં કપટ અને પ્રપંચ હોય ત્યાં સમર્પણ ન જ હોય. સમર્પણ થશે ત્યારે સાચી ભક્તિ થશે ! એ નક્કી થવું જોઈએ કે “મારુ સઘળું સુખ, શાંતિ, આબાદી વગેરે પ્રભુની આજ્ઞાના પાલનમાં જ સમાયેલ છે.' ભવનિર્વેદ પ્રથમ કેમ ?
“દોડ મi સુદ જમાવો, માd ભવનિર્વે 'હે ભગવન્! તારા પ્રભાવથી મને હો ? તારો પ્રભાવ મારામાં પડી શકતો હોય, તારો પ્રભાવ ઝીલવાની મારામાં લાયકાત આવી હોય, જો હું લાયક બન્યો હોઉં, તો હે ભગવન્! તારા પ્રભાવથી મને ભવનો નિર્વેદ થાઓ !' પ્રભાવ તો પ્રભુમાં ઘણોયે છે, પણ સામાની એ લાયકાત તો જોઈએ ને ! દાતાર તો ઘણુંયે દે, પણ હાથ કાણા હોય તો? શ્રી જિનેશ્વરદેવે તો એટલું બધું દીધું છે અને મૂર્તિરૂપે એટલું બધું દે છે કે એવો દાતાર જગતમાં બીજો છે કોણ ? એ તો એ જ દે. લેનાર યોગ્ય જોઈએ : લેનારમાં લેવાની તાકાત જોઈએ : લઈને પણ પચાવવાની શક્તિ જોઈએ. એ ન હોય તો ત્યાં દાતારનો દોષ? પહેલી જ માગણી : “ભવનિબેઓ-ભવનો નિર્વેદ ! પહેલી માગણી મજબૂત થાય તો આગળનું બધું આવે, પણ પહેલી માગણીમાં જ પોલ હોય તો ? “હે ભગવન્! આ ભવમાં (સંસારમાં) આત્મા એટલો બધો રત બની ગયો છે કે એનું વર્ણન થઈ શકે તેમ નથી. લાંબીચોડી વાતો ભલે કરતો હોઉં, પણ હે ભગવન્! મારો આત્મા ભવમાં એવો લીન છે કે એક પણ વાત વાસ્તવિકપણે હૃદયમાં ઊતરતી નથી.” ભવની આસક્તિમાં પડેલો આત્મા નિર્વિણ એટલે કે ભવના નિર્વેદ વાળો ન થાય ત્યાં સુધી, એ મોક્ષ માટે પ્રયત્ન કરી નથી શકતો. એ વિના આગળની બધી વાતો હૃદયમાં ઊતરી શકતી નથી. આ આત્મા જ સંસારરૂપ છે અને એ જ મોક્ષરૂપ પણ છે. કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે :
"अयमात्मैव संसारः कषायेन्द्रियनिर्जितः ।
તમેવ તકનેતા, મોસમકુનષિUT: II” “આ આત્મા પોતે જ સંસાર છે અને પોતે જ મોક્ષ છે. પંડિત પુરુષો કહે છે કે કષાયો અને ઇંદ્રિયોથી જિતાઈ ગયેલો આત્મા સંસારરૂપ છે અને કષાય તથા ઇંદ્રિયો ઉપર જીત મેળવનારો આત્મા મોક્ષરૂપ છે.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org