________________
૧૨૨
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧
–
12
વાત પણ ખરી છે કે જ્યાં સુધી આ આત્માને સંસાર પર નિર્વેદ થયો નથી, ત્યાં સુધી મોક્ષની ક્રિયામાં, મોક્ષના અનુષ્ઠાનમાં એને આનંદ કઈ રીતે આવે ? ઘણા લોકો કહે છે કે “મંદિર અને ઉપાશ્રયની ક્રિયામાં અમને આનંદ નથી આવતો. પણ આનંદ આવે ક્યાંથી ? સંસાર પ્રત્યે નિર્વેદભાવ હોય તો અહીં આનંદ આવે ને ? શરીર સુસ્ત હોય, મોઢામાં મોળ છૂટતી હોય, માથું દુઃખતું હોય, કળતર થતી હોય અને પથારીમાં પટકાયેલ હોય, તે લગ્નોત્સવ જુએ શી રીતે ? વરઘોડાનાં વાજાં વાગે તે સાંભળે તોયે અકળાય અને બોલી જાય કે “મને જપવા દો : તમે તમારે કરતા હો તે કરો, પણ મને પડી રહેવા દો !” તેમ સંસાર પ્રત્યે નિર્વેદભાવ આવ્યા વિના, અહીં પણ એમ જ કહે કે સાધુ તો કહે અને જ્ઞાની કહી ગયા એ બધી વાત ખરી, પણ આપણાથી થાય ?' આટલા જ કારણ માટે પહેલી માગણી એ છે કે હે ભગવન્તારો પ્રભાવ હોય, તારો પ્રભાવ હું ઝીલી શકતો હોઉં, તારો પ્રભાવ મારા આત્માને સ્પર્શી શકતો હોય, મારામાં એ યોગ્યતા હોય, તો હે ભગવન્! તારા પ્રભાવની
એ હું માગું છું કે મને ભવનો નિર્વેદ હો !” આ સૂત્રના કહેનારે અને રચનારે ધ્યાન કરી જોયું કે જ્યાં સુધી આ વસ્તુ આવે નહિ, ત્યાં સુધી મોક્ષનું સાચું અર્થીપણું જાગે નહિ'.
કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા પણ “શ્રી જય વિયરાય' નામના પ્રાર્થનાસૂત્રનું વિવરણ કરતાં લખે છે કે :
“બા, નાતિ xxx મમxxx તવ પ્રભાવત, તવ સામર્થ્યન, અવિન્!xx x भवनिर्वेदः । संसारनिर्वेदः । न हि भवाद् निर्विण्णो मोक्षाय यतते, अनिविण्णस्य तत्प्रतिबन्धान्मोक्षे यत्नोऽयत्न एव निर्जीवक्रियातुल्यत्वात् ।।"
“હે ભગવન્! મને તારા પ્રભાવથી-તારા સામર્થ્યથી સંસાર પ્રત્યે નિર્વેદ થાઓ : કારણ કે સંસારથી નિર્વેદને નહિ પામેલો મોક્ષ માટે યત્ન કરતો નથીઃ સંસારથી નિર્વેદ નહિ પામેલા આત્માને સંસારનો પ્રતિબંધરાગ હોવાથી, તેનો મોક્ષમાં જે યત્ન છે તે નિર્જીવ ક્રિયાતુલ્ય હોવાથી વસ્તુતઃ અયત્ન જ છે.” સમજાય છે? “સંસાર ઉપર નિર્વેદ ન આવે ત્યાં સુધી મોક્ષ માટે સાચો પ્રયત્ન જ નથી થતો. સંસારનો રાગ એ ભયંકર રોગ છે અને એ રાગની પ્રશંસા અને પુષ્ટિ કરનારા ત્યાગીઓ, એ વસ્તુતઃ ત્યાગીઓ જ નથી.'-આ વાત સમજવામાં હવે કશી પણ હરકત આવે તેમ છે? ‘ત્યાગીના વેશમાં રહીને ધર્મના બહાને, એમની પાસે ધર્મ લેવા આવનારને, આરંભસમારંભના શિક્ષણ દ્વારા આત્મનાશક ઉન્માર્ગે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org