________________
૬ : ગૌરવવંતુ ગુરુપદ
મૂકી, મોઢું ફાડી વેલણથી દવા પાવામાં બાળકની લાતો, ગાળો, શ્રાપ ને તિરસ્કાર ખાવાની કેટલી તાકાત કેળવવી પડે છે, એ વાત માતાને પૂછો. માતાનો ઇરાદો તો એ જ કે દીકરો જીવતો રહે. એવી રીતે બળજબરીથી માતાના હાથે દવા પવાયેલાં બાળકો આજે નીરોગી અને બળવાન થઈને ફરે છે. જે માતા એવી ફીકર ન કરે તે માતા નહિ : તે માતા કહેવાતી હોય તો તે ઓરમાન માતા, પણ સગી માતા નહિ. અમે સગા ગુરુ કે ઓરમાન ગુરુ ? અમે તમને પારકા નથી માનતા : તમે ગાળ દો, હોહા કરો, ધાંધલ કરો, તોયે અમે તો જે દેવાનું છે તે દઈશું જ. “મારા”ને સારા બનાવવા એ સહેલું નથી, પણ મારાને સારા બનાવવાના પ્રયત્ન તો કરું ને ? મારા એટલે વીતરાગના ! જે એમના ન હોય તે મારા નહિ. એમના ન હોય તેમને મારા કરવા માંગતો નથી ! એમના મટી મારા થવું હોય તો મહેરબાની કરી આઘા રહેજો. એમના થવું હોય તો આવજો. એમણે બધું છોડી દીધું હતું ને સંસારથી ચાલી નીકળ્યા હતા. તમારે પણ એવા બનવું હોય તો આવજો. જે ઔષધ માગી આવ્યા તે લેવું હોય તો આવજો. એના મટીને આવો તો એક પળ પણ મેળ નહિ મળે. જો તમે હૃદયમાં એને ચાહતા હો-એ જે પદે ગયા તે સિદ્ધિપદ મેળવવાની ભાવના હોય, તો તો તમારી ગાળો, તિરસ્કાર, ધાંધલો સહીને પણ તમને હું આ કહેવાનો, કહેવાનો, ને કહેવાનો જ !
સભા : સપૂત ગાળો દે ?
હમણાં સપૂત-કપૂતની વ્યાખ્યા બાજુએ રાખો. હાલ તો ગાંડા-ઘેલા બધાને આપણા માની વાત કરો. લાત મારનાર બાળકને પણ મા સોડમાં સુવાડે. મૂતરે તોય બાળકને ખોળામાં બેસાડી ખવડાવે. અરે, ભાણામાં મૂતરના છાંટા પડ્યા હોય તોય મા ગુસ્સે ન થાય. મૂત૨શે માટે તળાઈમાં ન સુવાડે એમ ? તળાઈમાં જ સુવાડે, પણ ભોંય ન સુવાડે. માતા સમજે છે કે બાળકમાંથી બાળકપણું ગયા પછી કહેવાપણું નહિ રહે. માબાપની પણ ફરજ છે કે કપૂતને સપૂત જેવા બનાવવા મહેનત કરવી. અભવિ જેવા લાગે ત્યારે વાત જુદી, પણ અનંત જ્ઞાની કહે છે કે તમે હૃદયના જ્ઞાતા નથી : વાત વાતમાં મુંઝાતા નહિ, કરુણા ભાવના જીવતી રાખજો અને અપકારી ઉપર પણ ઉપકાર કરવાના પ્રયત્ન કર્યે જવા. ગમે તેમ બોલે ને વર્તે, પણ ગભરાવું નહિ : ફરજ બજાવ્યા વિના રહેવું નહિ. ગમે તે સંયોગમાં આ કરુણામય ધોધ અખંડપણે ચાલુ રાખવો છે. મરકીથી
71
Jain Education International
For Private & Personal Use Only
૭૧
www.jainelibrary.org