________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૧ –
-
70.
અહીં લાગુ કરો. બાળકને ચાલતો કરવા કેટલું કરવું પડે છે ? અત્યારે ભલે બાળકને ભૂંડું લાગે, પણ પરિણામે ક્રમે ક્રમે એ બાળક ખાતા-પીતો-બોલતો થઈ જશે, એટલે દુનિયા પણ કહે કે માબાપ સારાં કે બાળકને આવો બનાવ્યો. પણ માબાપ જો બાળકને એદી બનાવે તો ? હવે કહો કે “જૈનધર્મગુરુ તમને કેવા બનાવવા મથે તો ધર્મગુરુ કહેવાય ?” જય વીયરાયમાં તમે જે માગી આવો છો, તે પામી શકો તેવા બનાવે તો ને !” ગુરુ “સગા” જોઈએ છે કે “ઓરમાન ?
“જય વીયરાય ! – જય !” શું કામ ? તમે જયવંતા રહો એ માટે. એની જયમાં આપણી જય છે માટે ને ? આપણે કંઈ ગાંડા-બાંડા છીએ કે જેની તેની જય બોલીએ ? એની જયમાં આપણી જયે ન હોત તો જય બોલત ? એ કેવા છે ? વીતરાગ.
તમારા આત્માને પૂછો કે એ કોણ છે ? તું કેમ આવ્યો છે? અને શા માટે હાથે-પગે તિલક કરે છે ? રોજગાર ધંધો મૂકી શ્રી વીતરાગ પાસે આવવાનું શું કારણ? એ કોણ છે અને તું એમની પાસે કેમ આવ્યો ?” - એ વિચાર કરવામાં આવે તો ચક્કર પલટાઈ જાય. એ એવી વ્યક્તિ છે કે જેણે સર્વસ્વ છોડ્યું, ઘોર ઉપસર્ગ-પરિષહ સહ્યા, ભયંકર તકલીફ વેઠી આત્માના કર્મમળને દૂર કર્યા, અનંત જ્ઞાન પેદા કર્યું, આખા જગતને જોયું ને આપણા ભલા માટે હતું તેટલું બતાવ્યું ! માટે એને ઓળખનાર આત્માની દશા ફર્યા વિના રહે જ નહિ.
ઇચ્છામિ ખમાસમણ'નો દેનાર આજ્ઞા વિરુદ્ધ ચાલતા બાપનો પણ ન રહે. સૂત્રના જો એક એક શબ્દ પર વિચાર કરવામાં આવે, શ્રી જિનેશ્વરદેવના શાસનના એક એક સૂત્રનું રહસ્ય સમજીને તેના એક એક પદનો જાપ કરવામાં આવે, તો આત્મા જરૂર સિદ્ધિ પામ્યા વિના રહી નહિ : માત્ર હૃદયપૂર્વક થવું જોઈએ. ન થતું હોય તો ગભરાશો નહિ, પ્રયત્ન કરજો, પણ જે કાંઈ કરતા હો તે મૂકી ન દેતા : ત્યાં જવું ન છોડતા. નહિ તો છો તેવાય નહિ રહે : જતા આવતા છો તો આટલાયે ધ્વનિ કાનમાં પડે છે : આજે કડવા લાગે છે તે કાલે મીઠા લાગશે. વેલણ ઘાલીને પણ પાયેલી દવા કામ તો કરે. હૃદયના આનંદથી પૂરેપૂરી પીવાય તો જલદી અસર કરે, રોઈ રોઈને અરધી-પડધી પીવાય તો ચાર દિવસ મોડી અસર કરે, પણ અસર તો થાય. બાળકની છાતી પર પગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org