________________
૬૯
- ૬ઃ ગૌરવવંતુ ગુરુપદ - 6દ્રોહી છે ? દીકરાને સુવાડી મૂકે, ચલાવે નહિ, બેસાડી રાખે, સૂઈ રહે અને સુખી થા, એમ કહે એ માબાપ ? માબાપ તો તે, કે જે દિવસ જાય તેમ અંકુશ વધાર્યું જાય. કેડે બેસાડવું સારું લાગે, પણ અમુક વખત સુધી ! તે સમય પછી બાળક કેડે બેસવાનો આગ્રહ કરે તો મારે, રોવડાવે. કહે કે મને કેડે બેસાડવું ગમે છે, બેસનારને પણ ગમે છે, પણ બેસાડી રાખીએ તો શું થાય ? માબાપ તો તે, કે જે કેડે બેસાડવાના સમયે જ કેડે બેસાડે : જરા પણ કેડે બેસાડવાની લાયકાત ગઈ કે ઉતારી મૂકે : આંગળી આપે, મૂકી દે, જોયા કરે કે રખે પડે ! એનો ઇરાદો એ કે બાળક ચાલતો બને. જો એ મુજબ ન ચલાવાય તો એવી ટેવ પડે કે બાળક, બાળક રહી જાય ! અમુક વય સુધી બાળકને રમતગમત કરવા દો, તે પણ મરજી મુજબ તો નહિ જ! ચપ્પ હાથમાં લે તો ખૂંચવી લો ને ? રૂએ તોયે લઈ લો ને ?
સભા : અનુભવસિદ્ધ છે.
એ બધો અનુભવ અહીં લાગુ કરો તો કામ થાય.. ગમે તે સંયોગોમાં-ગમે તે પરિસ્થિતિમાં, અમે શ્રી મહાવીરદેવનો માર્ગ છુપાવવા માગતા નથી. જીવીએ ત્યાં સુધી, શ્વાસની ધમણ ચાલતી હોય ત્યાં સુધી, આપણે આ પ્રઘોષ કરવાનો છે. જે અહીં મૂંઝાયો તે ગબડ્યો. શરીર જાય તેની હાનિ શી ? નવું મળે. આ જાય તો ? સર્વસ્વ જાય. કંટકેશ્વરી દેવીએ શ્રી કુમારપાળ મહારાજાને ત્રિશુળ માર્યું અને શરીરમાં કોઢ રોગ થયો : શરીર બળવા માંડ્યું : કુમારપાળને એમ થયું કે શરીરની ચિંતા નથી પણ કોઢ રહી જાય ને મને કોઢીઆ તરીકે જગત જુએ, તો દુનિયામાં જૈનશાસનની નિંદા થાય. લોકો કહે – “લ્યો, ધર્મ પામ્યા, ફળ કાઢ્યું !” માટે ઉદાયન મંત્રીને કહે છે કે “અત્યારે ને અત્યારે ચિતા ખડકાવી મને સળગાવી દો !” ઉદાયન મંત્રી કહે છે કે “રાજન ! જીવતા હશો તો ઘણો ધર્મ થશે. જીવવા ખાતર દેવીનું માનો અને બલિદાન આપો.” કુમારપાળ કહે છે કે શરીરની રક્ષા માટે હિંસા કરું તો કાલે દયાનો પ્રચાર કરીશ એની શી ખાતરી ? લોકો પણ કહેશે કે આપના શરીર ખાતર તો હિંસા કરવા તૈયાર થયા હતા અને પારકે ઘેર શાના ડહાપણ કરવા આવો છો ? શરીર તો ફરી પણ મળશે, પણ શ્રી મહાવીર જેવા દેવ, શ્રી હેમચંદ્ર સરખા ગુરુ, અને દયાધર્મ ફરી ફરી નહિ મળે. ધર્મની સેવામાં શરીર જાય તેનો વાંધો નહિ.” ઉદાયન પણ ખુશ થઈ ગયો કે ધર્મ તો આવા હોજો. દુનિયાના અનુભવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org