________________
૧૮
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ -
65
બોલો છો તે સાચું કે બનાવટી ? હૃદયથી કે બહારથી છે ? ઠગવાની ક્રિયા કે આત્મસાક્ષીની ? અહીં છઠ્ઠ ધૂનન અધ્યયન વાંચવાનું છે. પહેલાં ભૂમિકાશુદ્ધિની જરૂર છે. જય વીયરાય બોલતી વખતે એ ત્રણ લોકના નાથને ઓળખવા જોઈએ. ધ્યાન પર આવવું જોઈએ કે એની સેવા જેટલી લાભ કરનારી છે, એટલી જ એની આશાતના હાનિ કરનારી છે. સાચા હૃદયથી થયેલી સેવા લાભ કરનારી છે. ત્યાં દંભ કેળવાય તો ભયંકર હાલત બને છે. મંદિરમાં દુનિયાદારીની વાતચીત ન થાય : હાંસી, મશ્કરી અને કજિયા વગેરે એ પવિત્ર સ્થાનમાં ન થાય. જે માગો છો તે જ મળે છે કે બીજું?
જય વીયરાય વીતરાગ પાસે બોલનારની કઈ દશા હોય? જે બોલો છો- જે પ્રાર્થના કરો છો, જે રોગ કાઢવા માટે જે ઔષધ નિર્માણ કરાયેલ છે, તે જ ઔષધ અપાય છે કે બીજું ? અમે કમ્પાઉન્ડર એના-તમારા નહિ. જેને જચે તે અહીં આવે, ન જચે તેને આવવા આગ્રહ કે આમંત્રણ નથી. સભા શોભાવવા કે ભલું મનાવવા આવવાની જરૂરત નથી. નાહક સમય બગાડવાનું કામ શું? માગીએ છીએ તે મળે તેમ છે અને બીજું મળે તેમ નથી, એ ખાતરી હોય તો આવવું. તે ન મળે તો દુ:ખ થવું જોઈએ. ઝવેરીઓ હીરા લેવા જાય કે પથરા ? હીરા ન મળે તો પથરા લઈને આવે?નહિ જ. પોતાની મહેનત નિષ્ફળ ગઈ એમ માને.તેમ અહીં શું ન મળે તો નિષ્ફળતા માનો ? અહીં તમે શું કામ આવો ?, એ નહિ વિચારો તો તમે ઠગાશો. અમારું કાંઈ જવાનું નથી. તમે શ્રી જિનેશ્વરદેવને માનો છો એવું અમને લાગે છે, એમનો આશ્રય માગો છો એવું અમે માનીએ છીએ, એને લઈને તમે ન પામો તેનું દુઃખ થાય છે અને દયાનો ઝરો છૂટે છે. તમારા ઊંધા વર્તાવથી દિલગીરી થાય છે. એના યોગે કાંઈક કડવા શબ્દ કહેવાની ફરજ પડે છે. અને એ ફરજ વાજબી છે, એવું હજી સુધી તો બરાબર લાગે છે. તમે અમારા પર આધાર રાખો અને જો અમે તમને સમતાથી સાચી શિખામણ ન આપીએ ને જરૂર પડે તો કરડા પણ ન થઈએ તો અમે ગુનેગાર બનીએ. હૃદયમાં સારું લાગે તો હા કહેજો, પણ હા કહો તો ચેતનવંતી હા કહેજો. શાંતિ, સમતા અને ક્ષમા શબના જેવી ન જોઈએ. સાચી શાંતિ જોઈએ. જે શાંતિ, સમતા અને ક્ષમા પોતાનું અને પારકાનું હિત ન કરે, અહિત કરે, તે શા કામની?
જે માબાપ છોકરાને સદાચારી ન બનાવે, તે માબાપ છે કે છોકરાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org