________________
૬ : ગૌરવવંતુ ગુરુપદ - 6
સંસારરસિકો સ્થિર ન થઈ શકે : ભાગાભાગ જ થાય : દોડાદોડી અને અથડાઅથડી પણ થાય. સમજ્યા ! હસવું ભૂલી જાવ. હસીને બગાડ્યું. એમ હસાય જ નહિ. ગંભીર બનો. વિચાર કરો. હસીએ ક્યારે ? આપણું અકબંધ હોય ત્યારે ! ઘેર લગ્નોત્સવ હોય, મંડપ બંધાયો હોય, અને એક બાજુ આગ લાગે તે વખતે આંસુ આવે કે હસાય ? રોતા નહિ, મૂંઝાતાય નહિ, ને હસતા પણ નહિ : ગંભીર બનો ! રોવાનું પામરોને : આપણે રોવાનું નહિ. આપણે તો બહુ કરવું પડશે. મોક્ષમાર્ગ આરાધવો એ કાંઈ નાના છોકરાના ખેલ નથી. આરાધન કરતાં કરતાં ખપી જઈએ તો દુ:ખ કે આનંદ ? આનંદ હોવો જોઈએ. ખપવાના તો છીએ જ ને ! ઘર-કુટુંબ-મારું કરતાં મરો એ ઠીક કે ભગવાન શ્રી મહાવીરદેવનો માર્ગ, એની આજ્ઞા, એને પોતાનું કરતાં મો એ ઠીક ? સમાધિમરણ કોને ? આનું ચિંતવન કરતાં કરતાં મરે તેને ! આના તરફની સદ્ભાવના જીવતી ને જાગતી રહે અને મરી જવાય તો મૂઆએ જીવતા : પણ જો બીજી ભાવના ઘર કરી ગઈ તો જીવતાંય મૂએલા જેવા જ છીએ.
67
ગઈ કાલે ‘જય વીયરાય' સંબંધી કહ્યું હતું. જય વીય૨ાયમાં તમે જે પ્રાર્થના કરો છો જે લખાવી આવો છો, તે જ અપાય છે. અમે તમારા નથી, એમના છીએ. આ જીવનની બધી આબાદી, શાંતિ, એ બધું એનામાં રહીએ તો ! એમની આજ્ઞામાં ન રહીએ તો આબાદી દૂર થાય. તમે કહ ગમે તેમ, પણ અમે ઓછા માનીએ એવા છીએ ? અમારે જીવવું છે ! જીવવું છે એટલે શ્વાસની દરકાર છે એમ નહિ : જે શ્રી જિનેશ્વરદેવને માને તેને કશાની દરકાર હોતી નથી : એને અશાંતિ કે મૂંઝવણ હોતી જ નથી : એને તો સ્વપરનો વિવેક હોય, ઉભયના હિતની ભાવના હોય : રુચે એણે માનવું, ન રુચે એને મનાવવા આગ્રહ નથી. અસાધ્ય દરદીઓને ભલભલા ડૉક્ટરો કે ધન્વંતરી વૈઘો પણ સારા નથી કરી શકતા. જ્ઞાનીઓ કહે છે કે અસાધ્ય દરદીનાં દરદ મટાડવાની પંચાતમાં પડતા જ નહિ : માટે જેને રુચે તેને કહું છું : ન રુચે તેને કંઈ કહેવાપણું હોતું નથી. વ્યવહા૨માં પણ માબાપ એક વાર, બે વાર, પાંચ વાર કે પચીસ વાર પુત્રને સમજાવે અને ન સમજે તો કહી દે કે ભાઈ ! તું તારું ફોડી લે. તેવી જ રીતે જ્ઞાનીઓ કહે છે કે ‘અસાધ્ય વ્યાધિનો ઉપાય નથી.’
કાલે ‘જય વીયરાય’માં શી પ્રાર્થના કરી ગયા ? જય વીયાયમાં જે ત્યાં
Jain Education International
65
For Private & Personal Use Only
www.jainelibrary.org