________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧
એ અનુભવ અહીં તમે ભૂલી જાઓ છો, માટે યાદ કરાવું છું. હવે કોઈ કહે કે ‘આંગળી છોડી દીધી તે બાળકને પટકવા, રોવરાવવા :' - તો તે ન્યાય કે અન્યાય ? શરીરની સુખશાંતિ માટે જે જે સાધનોનો ઉપયોગ કરો છો, હિતૈષીઓની ક્રિયાના જે અર્થ કરો છો, તે અર્થ અહીં કરો તો કદીયે વિપરીત ભાવના પણ નહિ થાય. પૂરો વિચાર કરી, સમજી, વસ્તુને સ્થિર કરી, મક્કમ બનાવો કે તેમાં પરિવર્તન ન થાય. હિત માટેના પ્રયત્નોને વ્યવહારમાં યોગ્ય માનો છો : માતા, પિતા, કુટુંબીઓ, વડીલો, બજારના હિતૈષીઓ જે સલાહ આપે, શિખામણ માટે કટુ શબ્દો પણ કહે, આળસુ છો એમ કહે, કાનપટ્ટી પણ પકડે, ધોલ પણ મારે, અપમાન પણ કરે, તમે નાલાયક છો એમ પણ કહે, આ બધામાં તમે તરત માનો છો : અને અહીં આવો ત્યાં બધી ભાવના પલટાય શાથી ? શરીર પર પ્રેમ છે તે આત્મા પર પ્રેમ નથી : માટે કહેવું જોઈએ કે હજી આત્માને સંપૂર્ણ ઓળખ્યો નથી.
૭
તમે કોણ ? તમારું શું ?,- શરીર કે આત્મા ?
શરીરની સેવા લગભગ ચોવીસે કલાક કરો છો. આત્માની સેવામાં એકબે કલાક કાઢો, તેમાંયે શરીરની સેવા પહેલી. આ કેવી દશા ? આ બધી વસ્તુ તમારા હૈયામાં પ્રવેશ પામે તે માટે આ વાત છે. શરીરમાં જ સર્વસ્વ માન્યું, શરીરની સારવારમાંથી જ પરવારો નહિ, ત્યાં શું થાય ? તમે બધાને ખવરાવો, પીવરાવો, સાચવો, કુટુંબીઓનું ભલું કરો, તે તમારા પોતાના શરીરની રક્ષા માટે ! એમાંથી પરવારો ત્યારે અહીં આવો ને ! શરીર પરના મમત્વને તમે ખસેડી નથી શકતા, ત્યાં સુધી આત્મા પ્રત્યેના મમત્વને કઈ રીતે જગાડી શકાય ?
66
સેવા કરવાની છે આત્માની અને ચાલે છે શરીરની : મૂંઝવણ અહીં છે. અહીં જ મતભેદ થાય છે. શરીર પોતાનું કે આત્મા પોતાનો ?, એમાંયે શંકાકે એ કઈ રીતે બને ? તમારા એ શરીર પરના મમત્વ ૫૨ કાપ ન મૂકીએ, ત્યાં સુધી ભગવાન શ્રી મહાવીરદેવની આજ્ઞા હૈયામાં કઈ રીતે વસે એ બતાવો ! જે આદમી શરીરને પારકું સમજું, તે એની સેવામાં ચોવીસે કલાક સમર્પે ? આ તો કહે છે કે ભગવાન શ્રી મહાવીરદેવનો ધર્મ સંભળાવો. તે એ કંઈ મુઠ્ઠીમાં પકડી મોંમાં મુકાય એવો છે ? આગમમાંથી મુઠ્ઠી ભરી ખિસ્સામાં નખાય એમ છે ? મુઠ્ઠી અનાજ-બનાજ છે ? રસબસ છે કે પિવડાવાય ? ધર્મ સંભળાય કઈ રીતે અને ક્યારે ? ભગવાન શ્રી મહાવીરદેવનો ધર્મ કંઈ સામાન્ય નથી. ત્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org