________________
Es
-
– ઃ ગૌરવવંતુ ગુરુપદ - 6
-
યોગ : પ્રાપ્ત થએલી વસ્તુનું સંરક્ષણ કરવું તે ક્ષેમ. સારામાં સારી ચીજ મળી, ઊંચામાં ઊંચી વસ્તુ હાથ લાગી એ મોટામાં મોટું સદ્ભાગ્ય. મળેલાને સાચવવામાં અને સેવવામાં જ ખરી કસોટી છે. જેને તીર્થ મળે એને ઘરની બહારની, કુટુંબની, પરિવારની, દુનિયાની અને તેની સાહેબીની અપેક્ષા રહેતી નથી : બધાથી એ આત્મા પર હોય છે : સર્વથી પોતાને એ પર તરીકે જુએ છે : દુનિયાથી પોતાને ન્યારો સમજે છે : દુનિયાથી ન્યારા થવામાં પોતાનું શ્રેય જુએ છે : કેમ ન્યારા થવાય, એની કાર્યવાહી કરે છે : મળેલું અખંડપણે કેમ જળવાઈ રહે, તેની તેને હંમેશ ચિંતા હોય છે. આ બધું હોય તો તો તીર્થ મળ્યું તે સફળ થાય.
કોઈ કહે “સંપૂર્ણ આરાધવાની તાકાત આવે, શરૂઆતથી જ તેવી તાકાત હોય, ત્રુટિ શરૂઆતથી જ ન થાય તો જ આરાધવું :” તો એ બને ? શાસ્ત્ર કહે છે કે ભાવના જરૂર એવી હોય કે, સંપૂર્ણ તાકાત ક્યારે આવે અને શરૂઆતથી જરા પણ ત્રુટી ન થાય એવી યોગ્યતા ક્યારે આવે ! પણ કોઈ કાળે એવું બન્યું નથી કે શરૂઆતથી જ સંપૂર્ણ આરાધના થાય અને ત્રુટિ ન આવે. ભણવા જનારો પહેલેથી જ એમ માને કે એકવાર સાંભળવાથી યાદ રહે તો જ ભણવું, તો તે ભણી શકે? પચીસવાર કહે તોયે યાદ ન રહે, સો વાર ઘૂંટે તોયે ભૂલે, નક્કી કરેલામાં એ ચૂકે, તો પણ કહે કે ભુલાય, ચકાય, પણ ઉદ્યમ કરીએ તો એક્કાહોંશિયાર થવાય. ચાલતાં પણ એમ ને એમ શીખ્યા હતા ? ટિચાઈને, અથડાઈને, પછડાઈને શીખ્યા હતા. જન્મ્યા કે તરત તો નહિ ને ? બાળકના પગ જમીન પર ગોઠવવામાંયે ઘણી મુશ્કેલી પડે છે. ચાલવાની વાત તો વેગળી છે, પણ જમીન પર પગ ઠરાવવામાં, અરે ગોઠવવામાં કેટલી મુશ્કેલી ? ચાલતાં શીખતાંયે પછડાટો ખાવી પડે, ડાચું, નાક, ઢીંચણ, છુંદાઈ જાય : આ બધું બન્યું તો આજે કેવા ચાલી શકો છો ! પડવાની કે વાગવાની બીકે ચાલ્યા જ ન હોત, હિતૈષીઓએ તમને ચલાવવાની તૈયારી જ ન કરી હોત, તમારી દયા ખાધી હોત, તો તમે જીવત કે મરી જાત ? હિતૈષીઓ સમજે છે કે ભલે પડે, ભલે વાગી જાય, ભલે રડી પડે, પણ મારે એને એક વાર જમીન પર પગ ગોઠવીને ચાલતો તો કરવો છે. ચાલતાં શીખવતાં પણ આંગળી આપે અને વળી ખેંચી લે : વળી આંગળી આપે અને ખેંચી લે.
સભા : બધાને અનુભવ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org