________________
૬ઃ ગૌરવવંતુ ગુરુપદ
તીર્થ ચિંતામણિ તુલ્ય છે ?
ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંક સૂરિજી તીર્થનો પ્રભાવ કહી ગયા. એમ કહી ગયા કે - તીર્થ હંમેશ માટે જયવંતુ વર્તે છે. એની સામે ગમે તેટલા વિપ્લવ જાગે, હલ્લાઓ થાય,ચાહે તેવા પ્રયત્નો થાય, પરંતુ એ તીર્થ જે સ્વરૂપમાં છે તે સ્વરૂપમાં રહેવાનું છે કારણ કે એમાં સર્વસ્તુના પર્યાયોનો એવી રીતે વિચાર કરવામાં આવ્યો છે કે તેમાં એક પણ દુષ્ટ વિચારને સ્થાન જ મળ્યું નથી. દુનિયામાં વિહિત કરાયેલા એક એક વિચારને આ તીર્થમાં પૂરેપૂરું સ્થાન છે. જેમ અયોગ્ય વિચારને અહીં સ્થાન નથી, તેમ એક પણ સુયોગ્ય વિચારનો અભાવ પણ નથી. એક એક સિદ્ધાંતોને એવી રીતે સિદ્ધ કર્યા છે કે તેને સેવનારમાં કર્મનો મળ રહેવા પામે જ નહિ. માટે જ તીર્થ શાશ્વતું છે. એની સામે કોઈના વિનાશના પ્રયત્નો ચાલી શકે તેમ નથી. શાશ્વતું છે માટે જ અનુપમ છે અને અનુપમ છે માટે જ સઘળા શ્રી જિનેશ્વરોથી શરૂઆતમાં નમસ્કાર કરાયેલું છે. આવા તીર્થની પ્રાપ્તિ થવી, એ જેવું તેવું સદ્ભાગ્ય નથી. તીર્થ પામ્યા પછી પણ એમાં મક્કમ ટકવું, એ ખરું સદ્ભાગ્ય છે. સદ્ભાગ્યના યોગે આવું તીર્થ મળ્યા પછી જો એ તીર્થની આરાધના ન થાય, જોઈતી રીતે પરિણામ ન પામે, તો એના જેવી બીજી એક પણ કમનસીબી નથી. જેને ચિંતામણિ મળે, તેને ભીખ માગવાનું કાયમ રહે? જો કાયમ રહે તો કહેવું જોઈએ કે તે આદમી કમનસીબ છે, પણ ચિંતામણિ પ્રભાવહીન નથી. જેમ જેને ચિંતામણિ મળે તે આદમી ભાગ્યવાન હોય તો ભીખ માગતો ન રહે, તેમ આ તીર્થ પામે તે પણ જો આને પચાવી જાણે તો સંસારમાં રખડતો ન રહે. તીર્થ મળે અને સંસાર ખસે જ નહિ, એ કઈ રીતે બને ? આ તીર્થનો જે જાતનો મહિમા છે, તે બરાબર હૃદયમાં કોતરાઈ જવો જોઈએ. ખાલી તીર્થની પ્રશંસા કર્યેથી વળે નહિ. સારું મળે તેને સાચવવાની જોખમદારી બહુ મોટી છે. જેને એ મળી જાય તે તેની જો રક્ષા કરતો નથી, તો મળેલ વસ્તુની કિંમત એ સમજી શક્યો નથી એમ જ કહેવાય.
તીર્થ એ યોગક્ષેમ કરે છે. જે વસ્તુ મળી નથી, તેની પ્રાપ્તિ કરાવવી તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org