________________
૬ઃ ગૌરવવંતુ ગુરુપદ
• તીર્થ ચિંતામણિ તુલ્ય છે
તમે કોણ ? તમારું શું ?, શરીર કે આત્મા? • જે માગો છો તે જ મળે છે કે બીજું ? ૦ સાચા હિતૈષીઓ કોણ ? • ડૉક્ટર અને કંપાઉન્ડર
વિષયઃ તીર્થમહિમાના અનુસંધાનમાં તીર્થપતિ મહિમા-પ્રભાવ. જયવીપરાય
પદાર્થસ્ફોટ. જયવીયરાય - જગગુરુપદ વર્ણન. તીર્થ એ તારક છે. એ આપણું યોગક્ષેમ કરે છે. ઇચ્છિત વસ્તુને આપે છે. આવા શાસનની સેવા કરવા માટે આત્માએ તત્પર થવું જોઈએ. શરીરાદિની મમતા જાય તો જ શાસન - આત્માની મમતા જાગે. તીર્થ તરફથી સદૂભાવના જીવતી રહે અને મૃત્યુ થાય તો કલ્યાણ અને ભાવના ગઈ તો અકલ્યાણ. માટે ભાવના પ્રશસ્ત જોઈએ. એ માટે જ જયવીયરાય સૂત્રનાં પદોમાંથી પરમાર્થ પ્રાપ્ત કરવાનો. પરમાત્મા જગગુરુ કઈ રીતે ? ગુરુ કેવા જોઈએ ? હિતેષી કોણ બની શકે ? આવા અનેક વિચારબિંદુનો વિસ્તાર આ પ્રવચનમાં કરાયો છે. અંતે ભવનિર્વેદન સામાન્ય નિર્દેશ કરી પ્રવચન પૂર્ણ કરાયું છે.
મુવાક્યાતૃતા • તીર્થ પામ્યા પછી એમાં મક્કમ ટકવું એ ખરું સદ્ભાગ્ય છે. • શીર પરના મમત્વને તમે ખસેડી નથી શકતા, ત્યાં સુધી આત્મા પ્રત્યેના મમત્વને કઈ રીતે
જગાડી શકાય ? • તમે અમારા પર આધાર રાખો અને જો અમે તમને સમતાથી સાચી શિખામણ ન આપીએ ને
જરૂર પડે તો કરડા પણ ન થઈએ તો અમે ગુનેગાર છીએ. • જે શાંતિ, સમતા અને ક્ષમા પોતાનું અને પારકાનું હિત ન કરે, તે શા કામની ? • “મારા” ને સારા બનાવવા એ સહેલું નથી. વીતરાગના હોય તે જ “મારા'. વીતરાગના મટી
મારા' થવું હોય તો મહેરબાની કરી આઘા રહેજો ! એમના થવું હોય તો આવજો. • દાતાર નહિ બનો તે શાસનમાં નભશે, પણ ઝૂંટવી લેનારા બનો તે નહિ ચાલે. • ધર્મગુરુની ભૂમિકા શાસ્ત્ર માબાપ કરતાં ઊંચી કહી છે. માબાપ ગમે તેવાં તોયે મોહવશ અને
સ્વાર્થવશ : ગુરુ તો નિર્મોહી. એ જ સાચી ભૂલો બતાવશે. • આપણો નાતો સગો છે, ઓરમાન નથી. અમે સગા ગુરુ ને તમે સગા શ્રાવક : આપણા બેયના
તારક શ્રી જિનેશ્વરદેવ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org