________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧
ડૉક્ટર પાસે જાઓ તો નાડ બતાવો, આખું શરીર બતાવો, ભૂંગળું મૂકે તો મૂકવા દો, શરીર પર ટકોરા મારે તો મારવા દો, ઊંધા ફેરવે તો ફેરવાઓ, પેટમાં હાથ ઘાલે તો ઘાલવા દો, આંખો ફાડે તો ફાડવા દો, જીભ બહાર કઢાવે તો કાઢો, મોટો ડૉક્ટર જેમ કહે તેમ કરો અને પછી તમે કહો કે “ડોક્ટર સાહેબ ! મને માટે એમ કરો.” અને એ લખી આપે તે કંપાઉન્ડરને આપવું પડે. બાટલો નાનો કે મોટો, જે હોય તે આપે. એમાં કમ્પાઉન્ડરનો ગુનો નહિ. કેસ કઢાવી ચિઠ્ઠી લાવ્યા તે મુજબ અપાય. અહીં પણ શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા મુજબ અપાતું ન લાગે તો ઊઠીને ચાલ્યા જવું. એક સેકંડ પણ થોભવું નહિ. ખોટું અપાતું હોય છતાં પણ સભા શોભાવવા, મહત્તા ખાતર કે ભલું લગાડવા ખાતર બેસવું, એ બુદ્ધિમત્તા નથી. હવે તમે શું માગ્યું છે, તે જુઓ :
"भवनिव्वेओ, मग्गाणुसारिआ, इट्ठफलसिद्धि, लोगविरुद्धच्चाओ, गुरुजणपूआ, परत्थकरणंच,
સુદપુરુગોળો, તવ્યયક્ષેવ, ગામવમve li” ૧૧. ભવનિર્વેદ, ૨. માર્ગાનુસારિતા, ૩. ઇષ્ટફલસિદ્ધિ, ૪. લોકવિરુદ્ધ કાર્યોનો ત્યાગ, ૫. ગુરુજનની પૂજા, ઉ. પરાર્થકરણ, ૭. શુભગુરુનો યોગ,અને ૮. આ સંસાર પર્યત તે શુભગુરુના વચનની અખંડ સેવા.' તમે ઓછું માગ્યું છે ? કેટલો મોટો ખજાનો માગ્યો છે ? સૌથી પ્રથમ તમે શું માગ્યું ? ભવનો નિર્વેદ ! કહો, આ આગમ દ્વારા એ જ અપાય છે કે બીજું ? કહો, એ ભવનિર્વેદ કઈ રીતે અપાય ? આ વસ્તુને ખૂબ વિચારો. માગણી કરવામાં જે “ભવનિર્વેદ માગ્યો છે, તેમાં કાંઈ પોલ તો નથી ને ? સમજપૂર્વક માગો છો કે એમ ને એમ જ ? સમજપૂર્વક માગી આવ્યા હો તો એમની જ આજ્ઞા મુજબ-એ જ ભવનિર્વેદ કરાવવાના પ્રયત્ન થાય, એમાં ગભરામણ શી ? એ ભવનિર્વેદ હૃદયમાં ઠસી જાય તો વાત આગળ ચાલે ને ! અસ્તુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org