________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - q
બચાય, પ્લેગની ભયંકર હવાથી બચાય, પણ ધર્મથી વિરુદ્ધ જતી હવાથી બચવું કઠિન છે. એ હવા સ્પર્શી ન જાય, એની કાળજી રાખવાની ખાસ જરૂર છે. ગમે તેવાને પણ પોતાના બનાવવાની ભાવના છે. પોતાનાને સારા બનાવવાનું કામ મારું પણ છે. એ બનાવતાં ગાળ, શ્રાપ, લાત, તિરસ્કાર વગેરે ખમવાની ધીરજ જોઈએ. વાત એટલી કે સગપણનો સંબંધ જોઈએ.
૭૨
દુનિયામાં કહેવત છે કે બાલ્યકાળમાં સગી મા મરશો મા : ઓરમાન માના પનારે કોઈ પડશો મા. ઓરમાન માના પનારે પડેલા જીવે તે પણ મરવાની આળસે. કોઈ ઓરમાન મા સારી પણ હોય, પણ તે અપવાદ. ઓરમાન માની નિશ્રાએ પડેલાં છોકરાંનાં મોં પર નૂર નહિ : એને કોઈ પૂછે કે કેમ છે ? કહે કે જેમ છે તેમ છે : મા ગઈ તે કંઈ વેચાતી લવાય ! તમે પણ સગી માને વશ પડજો : ઓરમાન માને વશ ન પડજો. સગી મા તમારા મોં કે આંસુ તરફ નહિ જુએ, પણ ભલા તરફ જોશે. બાળકનું ભલું કરતાં બાળક ઊછળેય ખરું, પણ મા સમજે-હોય, બાળક છે. સમજદાર થશે, હાલતો-ચાલતો થશે, બોલતો થશે, ઠીકઠાક થશે, એટલે આપોઆપ પગે માથું મૂકતો આવશે અને તે વખતે જેટલું કહીશું તેટલું સાંભળશે.
હજી તો શ્રી જિનેશ્વરદેવના અનુયાયીને શ્રી જિનેશ્વરદેવની ઓળખ કરાવવાનું ચાલે છે. આ એવું સ્થાન નથી કે પેઠા ને નીકળ્યા : પેઠેલાનો બહાર નીકળતાં પગ ન ચાલે. પેસતાં જોસ બંધ આવે પણ નીકળતાં પગ ન ઊપડે. નીકળતાં તો આત્મા અહીં હોય ને ખોખું ત્યાં જાય. પણ આત્માને જે ઘેર મૂકીને ખોખાને અહીં લાવે તેનું શું થાય ? કેટલું પરિવર્તન ! એવી દશા ફે૨વશો ને ? એ ફે૨વવા માટે જરૂરી પ્રયત્ન કરવા જોઈએને ? ‘જય વીયરાય ’માં પછી બીજા પદમાં તમે શું કહ્યું ? તમારો અને અમારો સંબંધ નિકટનો છે. માબાપ મારી ખાવા-પીવાની અને વેપાર વગેરેની ચિંતા કરે, ત્યારે અમે તમારા માટે શું કરીએ તે કહો. અને ત્યાર પછી કેટલું બધું માગ્યું ! આ કહ્યા પછી બહાર આડા-અવળા ચાલો તો તમારી કિંમત નાશ પામે છે.
સાચા હિતૈષીઓ કોણ ?
72
“હોક માં સુહૈં પખાવો ભવવું ।”
‘હે ભગવન્ ! તારા પ્રભાવથી હો !’
શું હો ? માગણીનો ધોધ ચાલ્યો ! પણ માગતાં પહેલાં હૈયાને પૂછ્યું કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org