________________
- ૬ ઃ ગૌરવવંતુ ગુરુપદ - 6 -
૭૩. “સાચું માગે છે કે ઠગવિદ્યા કરે છે ? વીતરાગે તો કહ્યું-આવો અને આજ્ઞા પાળો તો સિદ્ધિપદ મળે ન પાળો તો સંસારમાં રહી જાઓ અને આજ્ઞાને ઠોકરે મારો તો રખડી જાઓ. પાળે તે તરી જાય, ન પાળે તે રહી જાય અને ઠોકર મારે તેનું શું થાય, એ જાણો છો ? અનંતકાળ સંસારમાં રખડવું પડે અને ધર્મની પ્રાપ્તિ દુર્લભ થાય? ન પાળે તો કાંઈ નહિ, પણ આજ્ઞાને ઠોકર મરાય ?
દાતાર નહિ બનો તે શાસનમાં નભશે, પણ ઝૂંટવી લેનારા બનો તે નહિ ચાલે ! શ્રી જિનેશ્વરદેવની પૂજા ન કરે તે કહે કે લાચાર, નથી કરી શકતો, પણ એમ કહે કે “કરી કરી હવે, પૂજામાં શું પડ્યું છે ?' તો કઈ હદ ? તમારાથી વડીલોની-માલિકની સેવા ન થાય તો થાય ત્યારે કરજો, પુણ્યોદય જાગે ત્યારે કરજો, આવતે ભવે કરજો, ભવાંતરે કરજો, પણ તેની સામે યથેચ્છ પ્રલાપ ન કરતા. મહેમાન ઘેર આવે એને ન બોલાવો તે ભલે, પાટલા પર બેસાડી ઘીની વાઢી ઊંધી ઢોળી ન જમાડો તે ભલે, પણ અપમાન ન કરો તો એ સમજશે કે એની ભાવના અગર સ્થિતિ નથી, પણ અપમાન કરો તો એ એનાથી ન સહાય. મહેમાનને આવતો રાખવો હોય તો બેસો તો કહેવું પડે. ધક્કો મારો તો ઘરે ફરી પગ મૂકે ? સેવા ન થાય તો ભવાંતરે પણ કરવાની ભાવના છે ને ? કે આવા જ રહેવું છે ?
શ્રી જિનેશ્વરદેવનું શાસન શું કહે છે ? દુનિયાની જેટલી ચીજો છે તે તમારી નથી : તેની પાછળ પાયમાલ થઈ જાઓ તોયે આપત્તિ વખતે તમને એ શાંતિ આપનારી નથી. જે ચીજ શાંતિ આપનારી છે, ત્યાં નમતા થાઓ : સેવાય તો સેવા-ન સેવાય તો હાથ જોડો, પણ વિરુદ્ધ બનતા નહિ. આ વાત છેલ્લી હદે શ્રી જિનશાસને કહી. આટલુંયે નહિ કરો તો ભવાંતરમાં બહુ ભયંકર હાલત થવાની.
તમે જુઓ છો કે દુઃખી ઘણા છે. કોઈને ખાવાપીવાનું મળતું નથી, કોઈને એવી દશા છે કે સામે જોવું ગમતું નથી, અને તમે બધા બરાબર કુટુંબ પરિવારવાળા છો. તમે આવા બન્યા તેનું કારણ કહો ! પૂર્વે કર્યું છે માટે ને? જેના યોગે આ મળ્યું છે, એ મળેલામાં લીન થાઓ - એવા લીન થાઓ કે મૂળને ભૂલી જાઓ, તો તો દીકરો બાપને ભૂલી જાય એવી વાત થઈ. નામ કેમ આખું લખાવો છો? બાપ મરે તોય નામામાં બાપનું નામ લખાવો છો ને ? આ બાપને ન ભૂલો અને સાચા બાપને ભૂલી જાઓ, એ ક્યાંનો ન્યાય ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org