________________
1st
–– ૧૩ : મૌન ન રહે છતાં મુનિ - 13 – ૧૯૧ સંસારને કારાગાર સમજી, એમાંથી નીકળવાની ઇચ્છા તે નિર્વેદ. તે વિનાની ક્રિયા પણ નિર્જીવ જેવી : જીવવાળી નહિ. જવું છે ત્યાં અને વળગી રહેવું અહીં એ બને ખરું ? જોઈએ મુક્તિ અને બાઝવું સંસારને એ બને ! એ પહેલી માગણીમાં ગંભીર હેતુ છે. ભવથી નિર્વેદ ન થાય ત્યાં સુધી ભવથી છૂટવાની ભાવના નથી, મુક્તિની વાસ્તવિક ભાવના જાગતી નથી અને એ ભાવના વગરનો પ્રયત્ન ફળે પણ કઈ રીતે ? પછી માર્ગાનુસારિતા : નિર્વેદ તો થયો, પણ માર્ગ સીધો હાથમાં ન આવે તો ? સન્માર્ગ કોના હાથમાં આવે ? અસદાગ્રહ, કદાગ્રહ, દુરાગ્રહ-જે કહો તે બધા એક જ છે. તેને જે જીતે તેના હાથમાં સન્માર્ગ આવે.
જ્યાં સત્ય દેખાય ત્યાં ઝૂકે : “હું માનું તે સાચું' “મારી બુદ્ધિ કહે તે પ્રમાણ'-“અંતરનો અવાજ આવે તે વાજવી-એમ કહેવું એને ન પાલવે.
સંસારીની એટલે કે વિષયકષાયમાં ડૂબેલાની બુદ્ધિ કેટલી ? એની બુદ્ધિ જાય ક્યાં સુધી ? અજ્ઞાન અથવા અલ્પજ્ઞાન છે ત્યાં સુધી પોતાની બુદ્ધિ પર ચાલવાનો આગ્રહ, તે વસ્તુતઃ દુરાગ્રહ છે. છદ્મસ્થ માત્ર ભૂલને પાત્ર છે. તીર્થપતિ પણ કેવળજ્ઞાન થયા પછી જ તીર્થ સ્થાપે છે. માટે જેઓ એમના શાસનમાં છે તેઓએ તો એમણે કહ્યું તે જ કહેવાનું.
સભાઃ શ્રુતકેવળી પણ છદ્મસ્થ ગણાય ને?
કેવળજ્ઞાન ઉત્પન્ન ન થાય ત્યાં સુધી બધાય છદ્મસ્થ. શ્રુતકેવળી દેશના દેવા બેસે ત્યારે સામાને ખ્યાલ ન આવે કે “આ કેવળી નથી....પણ શાસ્ત્ર કહે છે કે “એમને પણ અનુપયોગ સુલભ છે.” ઉપયોગ મૂકે તો ખ્યાલ આવે, પણ અનુપયોગ સુલભ છે.
ચૌદ પૂર્વમાં એ તાકાત હોય છે કે દેશના દેતાં દેતાં શંકા પડે તો આહારક શરીર બનાવી, શ્રી તીર્થંકરદેવ જ્યાં વિચરતા હોય ત્યાં મોકલી, એમની પાસેથી પ્રશ્નનો ખુલાસો મેળવી લાવીને ઉત્તર દે : પણ કોઈને ખબર સરખીય ન પડે કે આમ થયું.” “ભૂલ થાય જ'-એ કાયદો નહિ : પણ છદ્મસ્થ છે ત્યાં સુધી ભૂલનો સંભવ તો ખરો. એ બધાય શ્રી જિનેશ્વરદેવોએ કહેલું જ કહે.
શ્રી જિનેશ્વરદેવ પોતે તો સર્વજ્ઞ ન થાય ત્યાં સુધી દેશના ન દે. પોતે તીર્થ સ્થાપનાર છે, તેથી તે તો સર્વજ્ઞ થાય ત્યાં સુધી પ્રાયઃ મૌન જ રહે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org