________________
૧૦૨ ----- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧
- 182 અને શાસનમાં રહેલાએ તો શ્રી જિનેશ્વરદેવનું કહેલું કહેવાનું છે કે પોતાના ઘરનું કશું જ કહેવાનું નથી એટલે કેવળજ્ઞાન થયા વિના પણ દેશના દે.
સભાઃ “મુનિનો અર્થ મૌન ધરે તે'-એમ ખરો ને ?
એ મૌન એકેન્દ્રિયનું નહિ : પાપક્રિયામાં મીન રહેવું-પાપમાર્ગની પ્રવૃત્તિમાં ન બોલવું એ મૌન છે ? અશુભ પ્રવૃત્તિને રોકવા માટે તો બોલવું એ જ ખરું મૌન ! મૂંગા રહેવું એવું મૌન તો એકેન્દ્રિય જીવોને કાયમનું છે. મૌનનો અર્થ એ કે પાપકારી વચન ન બોલે : સ્વપરઘાતક વચન ન બોલે : સ્વ-પરરક્ષા થાય-ભલું થાય, ત્યાં ન બોલે તે મૌની નથી પણ મૂર્ખ છે. મૌન રાખે તે મુનિ એ ખરું, પણ એ મૌન એકેંદ્રિયનું નહિઃ મુનિપણાને છાજતું મૌન.
જેમ મુનિવર શ્રી મેતાર્ય મૌન રહ્યા તેમ ! જો સાચું બોલે તો કચ પક્ષીનો જીવ જાય અને ખોટું બોલે તો સ્વઆત્મા હણાય : માટે ત્યાં મૌન વાજબી.
ધર્મનો ઘાત થતો હોય, આત્મકલ્યાણકારી ક્રિયાનો નાશ થતો હોય અને સિદ્ધાંતનો લોપ થતો હોય, છતાંયે મૌન રાખવું, એ મુનિપણાને છાજતું નથી.
આ જ કારણે કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ ફરમાવ્યું કે “ધર્મનો ધ્વંસ, ક્રિયાનો લોપ અને પોતાના સિદ્ધાંતનો નાશ થતો હોય, તો શક્તિમાને વગર પૂછ્યું પણ અવશ્ય બોલવું જોઈએ.' અને વાત પણ ખરી છે “તારક વસ્તુનો નાશ થતો હોય, તે વખતે છતી શક્તિએ મૌન રહેવું, એના જેવો બીજો આત્મઘાત પણ કયો છે ?' શાંતિ શાથી જળવાઈ રહે?
સભા: પણ એ બોલવાથી અશાંતિ થતી હોય તો?
ધર્મ અને સત્ય સિદ્ધાંતનો લોપ થયા પછી રહેલી શાંતિ એ શાંતિ છે ? એમાં તો ભયંકર અશાંતિની ચિતાઓ ખડકાયેલી છે. જે કાંઈ શાંતિ દેખાય છે, તે આ સિદ્ધાંતની હયાતીના પ્રતાપે છે. અરે, ત્યાં સુધી લખ્યું છે કે “ચંદ્રસૂર્ય નિયમિત ગતિ કરે છે તેમાં પણ ધર્મનો જ પ્રભાવ છે !” દુર્જનોમાં એવી તાકાત કેમ નથી આવતી કે બધા સજ્જનોને કચડી શકે ! આવે ક્યાંથી ? સજ્જનો પાસે જીવતો અને જાગતો ધર્મ બેઠો છે : ધર્મ હોય ત્યાં સુધી દુર્જનોના એ મનોરથો કદી જ ન ફળે, કારણ કે ધર્મનો પ્રભાવ કાંઈ જેવો-તેવો નથી.
દુર્જનો તો ઇચ્છે કે “જગત પર સજ્જનો જોઈએ જ નહિ, અમારું જ રાજ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org