________________
૧૩ : મૌન ન રહે છતાં મુનિ - 13
જોઈએ.' કેમ કે સજ્જનો એમને વાતવાતમાં આડખીલીરૂપ લાગે છે. સજ્જનો જીવે તે દુર્જનોને ખટકે, પણ એથી કંઈ દુર્જનના મનોરથ ન જ ફળે ! અને ન ફળે તેમાં પણ ધર્મનો જ પ્રભાવ. સજ્જનો કંઈ સામનો કરવા ઓછા જ જાય છે ? પણ ધર્મનો પ્રભાવ જ એવી પેરવી કરે છે કે પેલાનું સીધું પણ ઊંધું થઈ જાય, એની બુદ્ધિમાં વિભ્રમ થઈ જાય, એની કાર્યવાહીનું ચક્કર ખસી જાય અને એની યોજના ઊલટપાલટ થઈ જાય. જો સજ્જન સજ્જનતા ન છોડે, તો આખરે દુર્જનના હાથ હેઠા પડ્યા વિના ન રહે. અપવાદની વાત જવા દો. બહુલતયા આ વાત છે. જો આમ ન હોય તો સજ્જનમાં સજ્જનપણું રહે જ નહિ.
163
સજ્જનને જૂઠું બોલવું નહિ, પ્રપંચ કરવો નહિ,—એમ બધાયે પ્રતિબંધ : પેલાને તો બધીયે ભાગોળ મોકળી. દુર્જનને આટલી બધી છૂટ, છતાં સજ્જન આપત્તિને માને નહિ : એને કર્મોદય વિના આપત્તિ આવે નહિ : એનું કારણ ? એ યોગ્ય સ્થાને છે માટે ! એનામાં એ સદ્ગુણ છે કે ‘આપત્તિને સંપત્તિ માની શકે છે.’ સજ્જન તો એમ માને કે ‘આપત્તિ અશુભના ઉદય વિના આવે નહિ અને એ આવેલી આપત્તિ-અશુભના ઉદયને લઈને આવેલી આપત્તિ, સાવધ બનીએ તો આત્માને વળગેલા ઘણા કચરાને લઈને ચાલી જાય.’
:
૧૭૩
ધર્મીને ધર્મના પ્રતાપે તો આપત્તિ આવે જ નહિ, પણ પૂર્વે કરેલ અધર્મ ક્યાં જાય ? એ કારણે આપત્તિ આવે તો એ માને કે ‘આવી સુયોગ્ય અવસ્થામાં આપત્તિ આવે એ તો અનુપમ : અજ્ઞાનાવસ્થામાં આપત્તિ આવત તો શાંતિપૂર્વક સહેવાત નહિ, માટે સારું થયું કે આવી સુયોગ્ય સ્થિતિમાં આપત્તિ આવી.’ આવી માન્યતા હોય ત્યાં દુઃખ શું ? આ ભાવનાના યોગે તો ધર્મની ખિલવટ થાય.
ધર્મ, ધર્મક્રિયા અને સિદ્ધાંતના નાશ પછી જો શાંતિ માનતા હો તો તે ખોટું છે : તદ્દન અણસમજ છે. સજ્જનનું હૃદય તો તપાસો ! ત્યાંની શાંતિ જુઓ તો ખરા !! જો હૃદયમાં શાંતિ ન હોય તો માનવું કે ‘આ વસ્તુ પરિણમી જ નથી.' બહાર તો બધું કરવું પડે : ઉગ્રતા પણ લાવવી પડે : સામાના ભલા માટે મોં પર ઉગ્રતાનો દેખાવ કરવો પડે : પણ એથી હૃદયને શું ? એ જ માટે ઉપદેશાય છે કે ‘પારકાનું ભલું કરવા જતાં, પોતાનું ન બગડે એની પૂરી કાળજી રાખવાની છે.' હૃદયમાં તો મલિનતા ન જ આવવી જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org