________________
૧૯૪
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૧
–
–
184
સભા શાંતિ સ્થાપનારા શાંતિની સ્થાપનાનો પ્રયત્ન કરતા હોય, પણ એનાથી જ દુર્જનોને
અશાંતિ થતી હોય અને એ કારણે એઓ પાછા અશાંતિને ફેલાવતા હોય, તો શાંતિ
સ્થાપનારાને પણ અશાંતિના પ્રચારનો દોષ લાગે છે કે નહિ? જો એમ દોષ લાગતો હોય તો તો જુલમ થઈ જાય. સુધર્મા ઇંદ્ર ભગવાન શ્રી મહાવીરદેવની પ્રશંસા કરી કે “અત્યારે ભરતક્ષેત્રમાં એક મહાવીરનો જ આત્મા એવો છે, કે જેને અસંખ્યાત ઇંદ્રો પણ ધ્યાનમાંથી ચલાયમાન કરી શકે એમ નથી : એ વીર છે, ધીર છે, મક્કમ છે, સ્થિર છે.” વગેરે વગેરે ભગવાનના ગુણોની પ્રશંસા કરી. સંગમ તે સહી ન શક્યો. એ કહે છે કે “એક માનવીની આટલી બધી પ્રશંસા ? મનુષ્યરૂપ કીડાને ચલાવવાની તાકાત દેવોની નહિ એ બને ? એ હું ન સાંભળું.” એ આવેશના પરિણામે કષાયથી વ્યાપ્ત બનેલા એ સંગમે, લગભગ છ મહિના સુધી ભયંકર ઉપસર્ગોથી ભગવાનની કદર્થના કરી. આ છ મહિના ભગવાનને થયેલી તકલીફનું કર્મ, ઇંદ્ર મહારાજને લાગે ખરું ? પ્રશંસા કરતી વખતે એમને એ ભાવના પણ હતી ખરી કે “આ પ્રશંસાથી સંગમ જેવો કોઈ જાગે અને ભગવાનને તકલીફ આપે ?' નહિ જ.
શ્રી ગૌતમસ્વામી મહારાજા ભગવાનને પૂછે છે કે “ભગવન્! શ્રાવસ્તી નગરીમાં ગોશાળો પોતાને “જિન, જિન' કહેતો ફરે છે-તો શું શ્રાવસ્તીમાં બે જિન છે ?' “ભગવાન જાણતા હતા કે “બોલીશ તે સાંભળીને એને ગુસ્સો આવશે, કષાયથી ધમધમતો એ અહીં આવશે, ધમાલ કરશે, ભયંકર બની તેજોવેશ્યાથી બે મુનિના પ્રાણ પણ લેશે અને મને પણ તેજોવેશ્યા મૂકી છ મહિના સુધીની પીડામાં ઉતારશે.” છતાં ભગવાન મૌન ન રહ્યા. ભગવાને કહ્યું : “તે જિન નથી : એ તો મેખલીપુત્ર ગોશાળો છે.” જો મૌન રહે તો સામાન્ય લોક એમ માને કે “એમાં પણ કાંક છે ખરું.” આવી માન્યતાથી તો હજારો લોકો એ ઉન્માર્ગે ઢળી જાય : બીજા ઉન્માર્ગે ન જાય તે માટે જે સત્ય કહેવાય તે દુર્જનને ન જચે અને તેથી અશાંતિ કરે, તે એના સ્વભાવને આધીન છે.
શ્રી કુંદકસૂરીશ્વર તથા તેમના પાંચસો શિષ્યોને પાપાત્મા પાલકે ઘાણીમાં પીલ્યા, એમાં કારણ તો સૂરીશ્વરજીનું સત્ય કથન હતું ને ? વૈરનું કારણ એ કે પાલકે એક વખત નાસ્તિકતાનું પ્રતિપાદન કર્યું હતું અને સૂરીશ્વરજીએ એથી હજારો જીવો ઉન્માર્ગે ન જાય માટે એનું ખંડન કર્યું હતું. એ જ વેરનું કારણ અને એ જ કારણ માટે એ પાપાત્માએ આવા પાંચસોએક મુનિઓને ઘાણીમાં ઘાલી પીલ્યા. દુર્જનોની નીચતાની કાંઈ અવધિ છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org