________________
165
– ૧૩ : મૌન ન રહે છતાં મુનિ - 13
- ૧૫
દુર્જનો શું ન કરે ? પાડોશી દાન દે, એને ત્યાં મુનિઓ-મહાત્માઓ આવતા હોય, પણ બીજો પાસેનો કૃપણ હોય છતાં મને-કમને બોલાવવા પડે, પણ એ રોજ મનમાં બળ્યા કરે કે “આ પાપી અહીં ક્યાંથી આવી વસ્યો ?' મનમાં ગાળો દીધા કરે : કર્મ બાંધ્યા કરે : આ બધાંનું કારણ પેલો દાતાર ખરો કે નહિ ? એને કર્મ લાગે ? આવું જો માનો તો તો કોઈ મુક્તિએ જ ન જઈ શકે : શ્રી જિનેશ્વરદેવો પણ મુક્તિએ ન જઈ શકે : તે તારકના પણ વૈરી હતા : તે તારકને જોઈને પણ બળનારા, તિરસ્કાર કરનારા, ગાળો દેનારા અને એમ કરીને કર્મ બાંધનારા હતા : તો જો એ નિમિત્તનું કર્મ શ્રી જિનેશ્વરદેવને લાગતું હોય, તો મુક્તિએ શી રીતે જાય ? સૂર્ય બધાને આનંદ આપે પણ ઘુવડને શું ? જો એમ કર્મ લાગતું હોય, તો તો વીતરાગની પણ મુક્તિ ન થાય અને મુક્તિએ ગયેલાને પણ પાછા આવવું પડે. જેને પકડેલી વસ્તુ છોડવી નથી એનો ઉપાય છે ?
આબુજીની કોરણી જોઈ ઘણાયે આનંદ પામે છે : ઇતરો પણ આનંદ પામે છે : છતાંય કેટલાક એવા પણ પડ્યા છે કે એ જોઈને સળગી મરે છે ! તો જો ધર્મક્રિયા કરતાં એવું પાપ લાગતું હોય, તો ધર્મક્રિયા કરવી જ કઠણ થઈ જાય. એક પણ સારી ક્રિયા બતાવો, કે જેમાં ચાંદું પાડનારા દુનિયામાં ન હોય ! એક પણ ઉત્તમ વ્યક્તિ એવી બતાવો, કે જેની મશ્કરી અને નિંદા કરી કર્મ બાંધનારા દુનિયામાં ન હોય !
શાસ્ત્ર તો કહે છે કે “જેટલાં સંવરનાં સ્થાન, તેટલાં જ હનપુણિયાને માટે આશ્રવનાં સ્થાન અને ભાગ્યવાનને તો જે આશ્રવનાં સ્થાન તે પણ સંવરનાં સ્થાન.' કર્મક્ષયની ક્રિયાઓ પણ નિભંગીઓને કર્મબંધ કરાવનારી પણ થાય : જો એમ કર્મ લાગી જાય, એવી માન્યતા માનીએ તો તો અપેક્ષાએ કજિયાના ઉત્પાદક તીર્થના સ્થાપક પોતે જ થાય. તીર્થ ન હોત તો બોલવું શું કામ પડત? પણ વસ્તુતઃ તેઓ પરમ ઉપકારી છે, કારણ કે જગતને તારવાની કલ્યાણબુદ્ધિથી એ પરમાત્માએ તીર્થ પ્રવર્તાવ્યું છે. એ તો હીનભાગ્યતા એની, કે જે આવા અનુપમ શાસનને પામીને અજ્ઞાનવશ સત્ય ન સમજતાં, એમાં ઝઘડા પેદા કરે. પૂર્વાચાર્યોએ કેવી રીતે કામ કર્યું છે? સભા: તીર્થ સ્થાપ્યા પહેલાં સમુદાય ભેગો હતો ને ? એવું કોઈ કાળે ન હોય. બધાના વિચારો અને ક્રિયાઓ જુદી. આ તારકોએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org