________________
૧૧૨
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ –--- – 112 પથારીમાં પડેલો પણ એમને એમ ન કહે કે “જીવતાં સુધી મજૂરી કરી તમને પાળ્યાં-પોષ્યાં : હવે તો જપવા દો !” વધુમાં મરવા પડેલો-પથારીમાં પડેલો, જો કોઈ ન રુએ તો એમ વિચારે કે “મારા માટે કોઈને લાગતું નથી. એટલે પેલાઓને ન લાગતું હોય તોયે લગાડવાનો ઢોંગ કરવો પડે. પાછળ રોનારકૂટનાર છે, એમ રોતાં જુએ તો મરનારને પણ શાંતિ વળે ! આ કેવી દુર્દશા છે એ વિચારો.
મરનારે કહી દેવું જોઈએ કે “જીવ્યા ત્યાં સુધી મજૂરી કરી, હવે દુનિયાની વાતો છોડી દો : એવું સંભળાવો કે મને કંઈ શુભ ભાવના જાગે.” હું તમને ભલામણ કરું છું કે કુટુંબમાં આવાં માણસો યોજો. સ્ત્રીઓને, બાળકોને આવાં બનાવો, એમનામાં આવા સંસ્કાર રેડો. એવી ભાવના પ્રેર કે જે જીવતાંયે સમાધિ આપે અને મરતાંયે સમાધિ આપે.
દુનિયામાં આપત્કાળ પણ આવે : લાખોની મિલકતના સ્વામીને દુઃખદ અવસ્થા ભોગવવાનો સમય પણ આવે : એ વખતે પણ આ સંસ્કાર હોય તો બધા કહે કે “હોય, પાપનો ઉદય છે. સમભાવે વેદવો જોઈએ.' આવા ઉદ્ગાર કાઢનાર મેળવો. સારી સ્થિતિમાં ચેતવે અને કહે કે “આ બધું કંઈ કામનું નથી.' ખરાબ વખતે સમજાવે કે “પાપનો ઉદય છે.” સાહેબી વખતે સમજાવે કે “મુંઝાવું નહિ.' જીવતાં વારંવાર સમજાવે કે “આરાધવાનું આરાધો !” મરતાં સમજાવે કે “મુંઝાઓ મા.” આવું કહેનાર જોઈએ. એ ક્યારે બને ? “ભવનિવ્વઓ' નક્કી થાય તો ને ! ભવ મને નથી ગમતો ? ભવ અને તમે, ત્યાં ન ગમે એ બને ? ભવ ન ગમે, તમને ?
જે દિવસે ભવ નહિ ગમે, તે દિવસે દેવ-ગુરુ પ્રત્યે સાચી ભક્તિના કુવારા છૂટશે : ભવની બહાર નીકળવાની ભાવના જાગશે, ત્યારે તો મનુષ્યલોકમાં રહેવા છતાં દેવતા કહેવાશો. દરદી સમજી જાય કે વૈદ પ્રમાણિક છે અને એની દવા જરૂર વ્યાધિ કાઢનારી છે, તો પછી ગમે તેવા કડવા ઉકાળા પોતાના હાથે પી જાય, ગટગટાવી જાય. કોઈ કહે કે “કડવી છે.” તોય કહે કે “જેવી છે તેવી પણ રોગ કાઢનારી છે. માટે પીધા વિના ચાલે નહિ.' તમને પણ “ભવનિÒઓ” નક્કી થશે ત્યારે આ વાત કડવી નહિ લાગે. હૃદયમાં જે બીજું ભૂત ભરાણું છે, તે કાઢવા પ્રયત્ન કરવાનો છે. એ વાસના જાય તો ધાર્યું કામ થાય.
કુટુંબને, સ્નેહીને એવાં બનાવો કે તમારા પર ચોકી રાખે, અંકુશ રાખે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org