________________
113
- ૯ : ભાવનાનું મહત્ત્વ - 9
-
-
૧૧૩
જંગલી ઘોડા પર લગામ નાખ્યા વિના સવારી થાય ? જો સવારી કરે તો એ ઘોડો સ્વપરનાશક છે. સવારીને લાયક ઘોડો ક્યારે બને ? મોઢામાં ચોકઠું નાખો ત્યારે ! અંકુશ આવ્યો. તમારે પણ અંકુશ જોઈએ. બજારમાં જૂઠું બોલો, અનીતિ કરો કે તરત તમારી સ્ત્રી તમને ઠપકો આપે. સ્ત્રીને એવી કેળવો. અરે. સ્ત્રીને એવી બનાવો કે તમે કોઈને ઠગીને આવતા હો, તો ઘરમાં જતાં જ તમારો પગ કંપે. તમને એમ થાય કે જો સ્ત્રીએ આ વાત જાણી હશે, તો જરૂર તે ઉચિત શબ્દોમાં કહ્યા વિના રહેનાર નથી.
ધર્મીની વાણી, ભાવના, વિચારો એવા હોય કે પાડોશી પર પણ એ સંસ્કારો પડે : પાડોશના આત્માઓ પણ ધર્મ પામે. શ્રી શાલિભદ્રજીના રબારીના ભવની વાત વિચારો. ખીરને માટે શાલિભદ્ર એ છે : શાલિભદ્રની માતા રુએ છે : એનું દુઃખ પાડોશીઓને થાય છે. એ કહે છે કે “અમારા સહવાસમાં તું રુએ એ કેમ બને ?' આ તો આ લોકના દુઃખની વાત છે : આપણે તો પરલોકના દુઃખનો વિચાર કરવો છે. આ લોકનું તો સમજ્યા. કુટુંબમાં એ સ્થિતિ ઊભી કરો કે જે તમારા પરલોકની તપાસ રાખે. પગમાં કાંટો વાગ્યો હોય તે કાઢવા કેટલું થાય ? સોય ઘાલે, ન નીકળે તો હજામને બોલાવે અને કઢાવે, કાંટો નીકળ્યા પછી દાબીને લોહી કાઢી નાખે અને પાક વગેરે ન થાય તે માટે પથ્થરથી કૂટે, ગરમ ગોળના ચપકા દે, વગેરે. તમે ડામરની સડકો પર બૂટ પહેરી ફરનારા, એટલે તમને કાંટાની આ બધી વાતની ખબર ન પણ હોય, પણ ગામડાવાળા જાણે. પૂછી જોજો શરીરમાં પેઠેલો કાંટો રહી જાય તો શરીર સડાવે પગ પાકે, શરીર સડે, કીડા પડે, વેદના ભોગવી મરી જવું પડે. આ સાડા ત્રણ મણના શરીરમાં એક કાંટો આટલું બધું કરે, ત્યારે આ આત્માને હિંસા, જૂઠ, ચોરી, વ્યભિચાર, વગેરે કાંટાઓ કાંઈ નહિ કરે ? શું ન કરે ? આ ભયંકર કાંટાઓની ચિંતા જ નહિ ? જરા તાવ આવે કે વૈદ્ય અને ડૉકટરની દોડાદોડ : માબાપ કૂદાકૂદ કરી મૂકે : આ લાવો, તે લાવો, સારામાં સારો ડૉક્ટર લાવો. બીજી વાત નહિ. અને દીકરો જો અસત્ય આદિ દોષોથી દોષિત થઈને આવે તો શું? સમ્યગ્દષ્ટિ બનવું છે, નિગ્રંથના અનુયાયી બનવું છે, અને શ્રી વીતરાગના પૂજારી બનવું છે, પણ એકેય વસ્તુને સમ્યક્ પ્રકારે વિચારવી નથી, અને બધું ચાલતું હોય તેમ ચાલવા દેવું છે, એ કઈ રીતે બને એ કહો ! આત્માને હાનિ કરનારાં ભયંકર વ્યસનો તરફ આટલા બધા બેદરકાર કેમ છો ? છોકરાં દુર્વ્યસની બને તો માબાપ ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org