________________
111
- ૯ : ભાવનાનું મહત્વ – 9
૧૧૧
ભાઈને મારવાના ઇરાદાથી તરવાર મારી. મદનરેખા પોતાની જિંદગીને જોખમમાં જુએ છે. જાણે છે કે પતિના મરણ બાદ શીલ લૂંટવાનો બળાત્કાર કરવાનો પ્રયત્ન કરશે. કહો, પતિની અવસ્થામાં મદનરેખાને શું થાય ? પણ એ શ્રાવિકા હતી : શ્રી જિનેશ્વરદેવનો ધર્મ એને જચેલો હતો : સંસારના સ્વરૂપને એ સમજતી હતી : સતીપણાની એને કિંમત હતી : પત્નીની પતિ પ્રત્યેની ફરજ એ જાણતી હતી. પતિ ઘાયલ હતો : યુગબાહુ અત્યારે કષાયને આધીન થયેલ હતો : આંખો લાલ હતી : નક્કી મોટા ભાઈને મારી નાખું, એ એની ભાવના હતી : એવા વખતે બીજી પત્ની હોય તો શું કહે ? “મારું શું થશે ?' તો તે વખતે પણ શું થાય ? “આ તમારો ભાઈ જોયો ?' - એમ કહે તો ગુસ્સો બેવડો થાય. એ રૌદ્રધ્યાનના પરિણામે મરીને ક્યાં જાય ? મદનરેખા આ બધું જાણે છે. એ કહે છે કે “ક્ષત્રિય છો ! ક્ષત્રિયનો ધર્મ છે કે મરેલાને મારે નહિ. જેના પર તમે ગુસ્સો કરો છો, તે તો તેની પાપબુદ્ધિએ-એની પાપકાર્યવાહીથી મરેલો જ છે. મરેલા પર ગુસ્સો હોય ? સાચા ક્ષત્રિય હો તો ક્ષમા આપો. કહો કે તારું પણ કલ્યાણ થાઓ. અત્યાર સુધી જિંદગીમાં કરેલાં એકેએક પાપની આલોચના કરો. સમય ટૂંકો છે : કાળ આવી લાગ્યો છે : ભાઈને મારવાના કે રાજ્યના આડાઅવળા વિચારો તમને દુર્ગતિમાં લઈ જશે. પાપ કરનાર તો મરેલો પડ્યો છે એને ક્ષમા આપો. વીરતા હોય તો એનું પણ ભલું ઇચ્છો. ભાઈ પ્રત્યેના અત્યાર સુધી થયેલા દુષ્ટ વિચારોને કાઢી મૂકો : પ્રામાણિકપણે ભાઈનું ભલું ઇચ્છો એની પણ માફી માગો : અરિહંત, સિદ્ધ, સાધુ અને શ્રી જિનેશ્વરદેવે કહેલા ધર્મનું શરણ લો અને ચારે આહારનો ત્યાગ કરો.”
યુગબાહુ પલટાયો. એકદમ પલટાયો. હાથ જોડે છે : હૃદયથી નમે છે : વિચારે છે કે આવી પત્ની ન મળી હોત તો મારી દશા શું થાત ?
આ મહાસતી મદનરેખાએ, ભયંકર રૌદ્રધ્યાનમાં ચડેલા પતિને એવો બનાવી મૂક્યો કે એ મરીને પાંચમા દેવલોકે ગયો. પરલોકની તપાસ રાખનારા ઊભા કરો !
તમારે ત્યાં છે કોઈ એવી સ્ત્રીઓ ? એક અહીં છેડો વાળે અને એક તહીં છેડો વાળે : આંખમાં પાણી લાવીને કહે કે “મારું શું થશે ?' પેલો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org