________________
૧૧૦
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧
110.
જાય તે વાત જુદી, પણ દૃષ્ટિ ગઈ અને કાંટાને જરા આગળ ગયા દીઠા કે તમને એમ થાય કે હવે બંધ થાય તો ઠીક. કોઠીમાં અનાજ ભરવું હોય, તો મોટું સીધું હોય તો ભરાય : વાંકે મોઢે ભરાય ? તમારું મોઢું ઘડિયાળ તરફ : હું શું કરું ?
ઘરમાં, કુટુંબમાં, મિત્રોમાં, ચોમેર આ સંસ્કાર આવવા જોઈએ. કોઈ તમને પૂછે કે “શરીરે કેમ છે ?' તો કહેજો કે “જો ને ભાઈ ! શરીરે ઠીક ન હોત તો નીકળત શાના ? પૂછવાનું તો પૂછતો નથી અને બીજું પૂછે છે.” પણ તમારા આજના વ્યવહારો એવા ખોટા થયા છે કે એ વ્યવહારે ભીંત ભુલાવી દીધી. દીકરો બહારથી ઘેર આવે કે માબાપ પૂછે-કેમ ભાઈ ! શું કરી આવ્યા ? કઈ રીતે કમાઈ આવ્યા ? તમે વકરો ઘણો કર્યો છે, કમાણી કરી છે તે જાણ્યું, પણ કઈ રીતે તે તો કહો.' બાપાજી ડાહ્યા હોય તો કહી દે કે “અનીતિથી કરેલી કમાણી તો મારી નાખનારી છે. એવી કમાણીના યોગે પાટલે બેસી મિષ્ટાન્ન ખાવા કરતાં જમીન પર બેસી સુક્કા રોટલા ખાવા મજાના છે. અમારા દીકરા થવું હોય તો હાથ જોડીને કહીએ છીએ કે પાપ ન કરો, અન્યાય-અનીતિ ન કરો, જૂઠ પ્રપંચાદિ ન કરો.” આવી રીતે આ બધું મા દીકરીને કહે, બાપ દીકરાને કહે, ભાઈ ભાઈને કહે, દીકરો માબાપને કહે, પત્ની પતિને કહે, એમ પરસ્પર એકબીજાને કહે તો પરિણામ કેટલું સુંદર આવે ?
તમે ઘણા ઘણા સાધુઓના પરિચયમાં આવ્યા છો : તમને જાતનો પણ અનુભવ છે : તમારી જાતનો અનુભવ પણ કહે છે કે આ બધાં બંધન છે! ત્યારે મને એ વિચાર થાય છે કે સાધુઓના પરિચયના ફળને, અરે તમારી જાતના અનુભવને પણ ઠોકર મારી તમે તદ્દન આવા ભાનભૂલા જેવા કેમ બન્યા છો ? કેમ તેવા બનવા માંડ્યું છે તે સમજાતું નથી. શા માટે આવું બધું કહેનારાં તમારા ઘરમાં માણસો ન હોય ? એવા સંસ્કાર કેળવો. યુગબાહુ તરવારના ઘાથી મૂચ્છિત થયા, ત્યારે મદનરેખા ન મળ્યાં હોત તો શું થાત ? યુગબાહુ અને મદનરેખા :
યુગબાહુના મોટા ભાઈ વિષયવાસનાને આધીન થયેલા : નાના ભાઈની પત્ની પર કુદૃષ્ટિ કરી : નાના ભાઈને મારવાની પેરવીમાં પડેલા : સતીના શિયળને લૂંટવાના ઇરાદાવાળા થયેલા : અને એ મહાસતી મદનરેખા પણ ભરયુવાનીએ ચડતી, દુનિયા જેને વિષયનો સંયોગકાળ કહે છે તે અવસ્થાવાળી, રાજકુળમાં ઊછરેલી, પેટમાં ગર્ભ છે, આ સંયોગોમાં મોટા ભાઈએ નાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org