________________
10
: ભાવનાનું મહત્ત્વ - 9 -
-
૧૦૯
પદ જેને જોઈતું હોય, તે પોતે દુનિયા માટે અવ્યાબાધ બને ! પોતે અવ્યાબાધ બને તે અવ્યાબાધ પદ મેળવે. જ્યાં વ્યાબાધા (પીડા) નથી તે સ્થાન-અવ્યાબાધ પદ : એ જેને જોઈએ તેણે કેવા બનવું જોઈએ ? એનાથી કોઈ પણ પ્રાણીને વ્યાબાધા (પીડા) ન થાય ! એવા બને તે ત્યાં જાય. આમાં અશાંતિ હોય ?
જગતના જીવો ઇંદ્રિયોની આધીનતામાં એટલા મજબૂત બન્યા છે ને એ આધીનતાને એટલી કેળવી છે કે છોડતાં ગભરામણ થાય છે. એ સંબંધ તોડાવવો હોય તો ધડાકો થાય. જેનું બંધન મજબૂત તેનો કડાકો મજબૂત : કડાકો મજબૂત તેમ ઘોંઘાટ મજબૂત. કડાકો ભયંકર થાય તો તણખા પણ ઝરે : બાજુમાં ઘાસ હોય તો સળગે પણ : બાજુમાં દારૂ કે ઘાસલેટના ડબા હોય તો શું થાય ? અનાદિનાં બંધનો તોડવાનો પ્રયત્ન ચાલે છે. બંધનમાં પડેલાને ચિંતા થઈ પડી છે કે બંધન તૂટે એ ઠીક નહિ : ત્યાં મમતા લાગી છે : એના જ બધા ઉત્પાત છે. ભવનિર્વેદ આવે શી રીતે ?
આપણે જયવીયરાયની માગણીમાં આવો. માગણીનું મૂળ કયું ? “નય વીયર ! ના હ૩મમં તુ માવો મયવં !' પછી શું ? “ભવનિબૅઓ. પહેલું જ એ. ખરેખર શ્રી વિતરાગની પાસે સાચા હૃદયથી “ભવનિબૅઓ' માગણીરૂપે ક્યારે બોલાય ?
પહેલી આજ માગણી કયો આત્મા કરી શકે ? ભવ એટલે શું ? ભવ એટલે સંસાર : આધિ, વ્યાધિ અને ઉપાધિનો પિંડ તે સંસાર આધિ, વ્યાધિ અને ઉપાધિનું પોટલું તે સંસાર : આધિ એટલે માનસિક પીડા : વ્યાધિ એટલે શારીરિક પીડા : ઉપાધિ એટલે એ બેયની માતા ! આ ગમે ? આધિ-વ્યાધિ ન જોઈતી હોય તો ઉપાધિ છોડવી પડે : ઉપાધિ છોડાય નહિ તો આધિ અને વ્યાધિ છૂટે નહિ અને ત્યાં સુધી સંસાર પણ છૂટે નહિ. આનાથી કંટાળ્યા હો તો “ભવનિબેઓ” સાચા હૃદયથી મગાયુ. ઘરે, બજારમાં, સ્થળ-સ્થળે એક એક આદમી એવો રાખો કે વખતોવખત તમારા કાનમાં આવાં બ્યુગલ ફૂંકે. ખાતાં પીતાં, સૂતાં, ઊઠતાં, બેસતાં, હરતાં, ફરતાં, ગમ્મત કરતાં, બધે કાનમાં આ બ્યુગલો ફેંક્યા કરે. અમે તો સાધુ : અમારી પાસે કલાક બે કલાક આવો : એમાંયે તમારી દૃષ્ટિ ઘડિયાળ તરફ સહેજે ત્યાં દૃષ્ટિ રહે. અંતે તમે કોણ ? જવાનો નિર્ણય કરીને આવેલા આદમી. રહેવાનો નિર્ણય કરીને થોડાક જ આવો છો ! ઘડિયાળ તરફ દૃષ્ટિ ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org