________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧
તમને આકર્ષિત કરવામાં આવે છે, જે વસ્તુ તરફ તમારું ધ્યાન ખેંચવામાં આવે છે, તેમાં ફેરફાર હોય તો બોલો !
૧૦૮
શાસ્ત્રમાં શ્રાવકોને સાધુનાં માબાપ કહ્યાં છે. શ્રાવકને માબાપ જેવા પણ કહ્યા છે અને સાપ જેવા પણ કહ્યા છે. તમે જો માબાપ બનો તો અમારું કામ થઈ જાય. માબાપ બનશો ? પણ જેઓને પોતાના છોકરાનાં માબાપ થતાં નથી આવડતું, તે સાધુઓનાં શી રીતે થશે ? મહાવ્રતધારીનાં માબાપ થવું એ સહેલું છે ? શ્રાવકો માબાપ જેવાં થાય તો તો સાધુઓની બધી ચિંતા ટળી જાય : સાધુઓના સંયમની ચિંતા તમને પેદા થાય-સાધુઓનું સંયમ કેમ વધે, કેમ ટકે, કેમ શુદ્ધ થાય, કેમ ફેલાય, એની ચિંતા શ્રાવકો જ કરે તો બાકી શું રહે ?
108
વ્યવહા૨માં દીકરો સારો કેમ થાય, લાખના કરોડ કેમ કરે, મોટરો કેમ ફેરવે,-એ બધી ચિંતા માબાપને થાય છે ને ? એમ જ સાધુઓનાં સંયમ કેમ પળાય, કેમ વધે, કેમ જગતમાં તે સંયમનો ફેલાવો થાય,-એ ચિંતા શ્રાવકો કરે એમાં અમને આનંદ કે દુઃખ ? માગણી કરું છુ કે તમે તેવાં માબાપ બનો. તમે માબાપપણું મૂકી દીધું એની આ પંચાત છે. તમને આ વસ્તુ તમારી પોતાની લાગવી જોઈએ.
શ્રી જિનશ્વરદેવનો સંયમમાર્ગ એટલે આખા જગતને માટે શાંતિનો પયગામ ! સુખનો ધોરી માર્ગ !! દુઃખની જેમાં સંભાવનાય નહિ ! આ નાનીસૂની વાત છે ? શ્રી જિનેશ્વરદેવનું સંયમ જેના હાથમાં આવે તે અહિંસક બને, સત્યવાદી બને, કોઈની ચીજ ઉઠાવવાની ભાવનાથી મુક્ત બને, એનામાંથી વ્યભિચાર, -દુરાચાર, -અનાચાર, ભોગવિલાસ નીકળી જાય, પૈસાટકા-સંસારના રંગરાગની મમતા છૂટી જાય, એની ઉગ્રતા શમતી જાય, અક્કડતા ધીમી પડતી જાય, માયાજાળ કપાતી જાય, લોભ નાશ પામતો જાય, પ્રપંચ-ઇર્ષ્યા વગેરે ટકવા ન પામે અને કોઈની પર આળ મૂકતાં આત્મા કારમી રીતે કંપે.
આત્મા પરનો સમ્યક્ પ્રકારનો કાબૂ એટલે સંયમ ! ઇંદ્રિયો કાબૂમાં આવે તે સંયમ ! વાસના અને ઇંદ્રિયો પર કાબૂ મૂકનારો આત્મા જગતને ત્રાસરૂપ હોય ? વાસના અને ઇંદ્રિયો પર કાપ મૂકો ને શાસન સાથે ઓતપ્રોત થાઓ, તો ડગલે ડગલે જિનશાસનના ફુવારા છૂટે. વ્યાખ્યાન-શ્રવણ પણ એટલા જ માટે કે આત્મા નાનામાં નાના જંતુની પણ હિંસા કરતાં બચી જાય. અવ્યાબાધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org