________________
107
-
- ૯ : ભાવનાનું મહત્વ - ૭ --
-
૧૦૭
“રાયસેવકને મુનિવર એમ કહે, કઠિન ફરસ મુજ કાયા રે;
બાધા રખે તુમ હાથે થાયે, કહો તિમ રહીએ ભાયા રે. અહો. ૧” આ જાતની ધીરતા ક્યારે આવે ? ચેતન અને જડનો વિવેક થાય ત્યારે ! આ જાતની ધીરતામાં જેટલું બળ છે, તેટલું જગતની અન્ય કોઈ વસ્તુમાં નથી. જગતમાં સાચો બળવાન જ તે છે કે જે આવા પ્રકારની ધીરતાને કેળવે. નક્કી કરવું પડશે કે ધર્મ શા માટે કરવાનો ? શરીરથી છૂટવા માટે કે શરીરની સાથે વળગી રહેવા માટે ? સંસારની સાહેબી, એ ધર્મનું ધ્યેય છે કે સંસારથી મુક્તિ એ ધર્મનું ધ્યેય છે ? ખરેખર, ખરી વાત તો એ જ છે કે આ બધા મહાત્માઓ પ્રાર્થનામાંના ભાવથી ઓતપ્રોત હતા. મુદ્દો પ્રાર્થનાની એકતાનતાનો છે.
રોજ “જય વિયરાય” બોલો ને માગણીની હારમાળા ગોઠવો, પણ વસ્તુ તરફ પ્રેમ ન હોય કે સદ્ભાવના ન હોય તો એ નભે ? માગણી તો ડાહ્યા વાણિયાની જેમ કરો છો. એ શબ્દો શ્રી ગણધર ભગવાને ગૂંથેલા છે ! કેવી શાંતિથી, વિનયપૂર્વક અંજલિ કરીને માગો છો ! ત્યાંથી ભાગીને પછી અહીં (ગુરુ પાસે) આવો છો તે શા માટે ? એના અમલ માટે ! અમલ ન થાય તો પશ્ચાત્તાપનો અગ્નિ ચાલુ રહેવો જોઈએ. જે આત્મા પાપને પાપ તરીકે માને નહિ, પાપથી પૂજે નહિ, પાપ કર્યો જાય અને જેને પાપનો ભય નહિ, તે આત્મા મુક્ત કઈ રીતે થાય ? વ્યવહારમાં તમે જે કામ કરો છો, તેની તમને ચિંતા નથી હોતી ? તમે આવા બુદ્ધિશાળી, લાખોનો વહીવટ કરનારા, છતાં મને એ થાય છે કે એ તમારી બુદ્ધિનો ઉપયોગ અહીં કેમ કરતા નથી ? ત્યાં ઇચ્છા છે-અહીં ઇચ્છા નથી એમ છે ?' “ઇચ્છા નથી’ એમ કહેવું એ ભારે પડે છે : ઇચ્છા છે એમ કહેવામાંય પંચાત લાગે છે : ત્યારે છે શું ? સંસારીપણે તો જે સમયે જે કામ નિયત થયાં હોય તે ટાઇમસર થયે જાય ! અને અહીં તો એમ કહેવાય કે : “બને તેટલું કરીએ, થાય તેટલું કરીએ.” અને ત્યાં તો“આ કરવું જ જોઈએ, આ કર્યા વિના તો ચાલે જ નહિ, છૂટકો જ નહિ, વ્યવહારમાં રહીએ ને કર્યા વિના ચાલે ? ન કરીએ તો પોઝીશન ન રહે, શાખ રહે નહિ, આબરૂ રહે નહિ.' - આ બધું ત્યાં, પણ અહીં તો-બને તેટલું કરીએ, થાય તેટલું કરીએ.' - એ જ ને ? પેલું બધું સાથે આવવાનું હશે કેમ ? સક્ઝાયમાં તો બોલો છો કે પુણ્ય ને પાપ જ સાથે આવવાનું. કેમ ખરું ને ? જે વસ્તુ તમને આપવાનો પ્રયત્ન કરવામાં આવે છે, જે વસ્તુ તરફ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org