________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો
નવ્વાણુંને નિર્યામણા કરાવનાર પુણ્યપુરુષને આ બાળમુનિ પર મોહ થયો, એનું દુઃખ એ જોઈ ન શક્યા અને તેથી સ્કંદકસૂરિજી પહેલાં પોતાને પીલવાનું કહે છે. જ્ઞાની કહે છે કે આવા સમર્થ જ્ઞાની મોહના ઉદયના યોગે ભૂલ્યા. ચારસો નવ્વાણુંની નિર્યામણા વખતે એમને પોતાની હાજરીની જરૂર લાગી અને પાંચસોમા બાળમુનિ વખતે જરૂર ન લાગી, એ મોહ હતો પણ દયા નહિ ! પાલક તો શ્રી સ્કંદકસૂરિજીને વધુ પીડા થાય એ જોવા ઇચ્છતો હતો, એટલે એણે માન્યું નહિ. ગુરુએ બાળમુનિ સામું જોયું. બાળમુનિ પણ સજ્જ જ છે. જૈનશાસનની દયા જુદી છે. બાળમુનિ પણ પિલાઈ કેવળજ્ઞાન પામી મુક્તિએ ગયા. પાંચસોને કેવળજ્ઞાન પમાડી મુક્તિ અપાવનાર કેટલા સમર્થ જ્ઞાની અને એમનો વિરાગ કેવો ઉત્કટ હશે ! કોઈ કહે પિલાતા કેમ જોઈ શકાય ? પણ જ્ઞાનીઓ શરીર પિલાય તેને બહુ વજન નથી આપતા, આત્મા ન પિલાવો જોઈએ. આત્માની ભાવનાઓ ન ફરી જાય એને માટે જ પ્રબંધ થવો જોઈએ. અહીં ‘ભવનિવ્રેઓ’માં પણ ભાવદયાની ચિંતા છે, દ્રવ્યદયાની નથી. ‘ભવનિવ્રેઓ’ નહિ થાય ત્યાં સુધી ભવરૂપ ઘાણીમાં પિલાવાથી છૂટવાના નથી. આત્માના દયાળુ બનો કે તરત બીજાની વાસ્તવિક દયા આવશે. શાસનસેવા કરવાની શા માટે ? આત્માની દયા માટે ! તા૨ક આ છે એ તો ખાતરી છે ને ? આજ્ઞા પર પ્રીતિ ધરો તો આત્માની દયા થાય. પાંચસોને કેટલો આજ્ઞાપ્રેમ ! એ માનતા કે ગુરુની આજ્ઞામાં જ
કલ્યાણ.
૮૮
કડવું પણ હિતકારી હોય તે જ અપાય ઃ
અનંતજ્ઞાનીને શું એ ખબર નહોતી કે તમે બધા દુનિયાના ભોગમાં લીન થયેલા છો માટે છોડવું કઠિન પડશે ? એમનામાં દયા નહોતી ? છતાં કેમ છોડવાનું કહ્યું ? જાણતા હતા કે કલ્યાણ છોડવામાં જ છે. વૈદ જાણે છે કે ઉકાળો પીતાં દરદીને દુઃખ થાય છે : પાનાર માબાપ પણ એ જાણે છે કે છોકરાથી શી રીતે પીવાશે ? ગંધ પણ લેવાતી નથી એવો ઉકાળો શી રીતે પીવાય ? છતાં મોઢું પહોળું કરી, વેલણ ઘાલીને પણ પાય છે ને ! બચ્ચાંને સુવાડીને માતા, બાળકનું મોં પહોળું કરી વેલણથી દવા પાતી વખતે બાળકની ગાળો, લાતો, તિરસ્કાર વગેરેને ગણતી નથી. કેવી તાકાત કેળવી છે ! જેની મા જીવતી હોય તે બધા માને પૂછજો. મા કહેશે કે એ લાતો ન ખાધી હોત તો આજે તું આ સ્થિતિમાં ન હોત ! માને તો એ લાતમાં આનંદ આવે, મા તો હસે કે દવા દીકરાને ગળે ઊતરી. લાતને ન ગણે. સંસારના જીવો ઉપર ઉપકાર
Jain Education International
88
For Private & Personal Use Only
www.jainelibrary.org