________________
-૭ : ભવનિર્વેદનું મહત્વ - 7– યુક્તિમાં નહિ ફાવતાં પાલક મંત્રી તે ઘડીએ તો મૌન થઈ ગયો, પણ એના હૈયામાં ડંખ રહ્યો. આ વાતને કેટલોક સમય પસાર થયા બાદ શ્રી સ્કંદકકુમારે વીસમા તીર્થપતિ શ્રી મુનિસુવ્રત સ્વામીની પાસે પાંચસો રાજકુમાર સાથે દીક્ષા અંગીકાર કરી. સિદ્ધાંતાભ્યાસથી તેઓશ્રી ગીતાર્થ બન્યા અને એકવાર તેઓએ પોતાના સંસારી બનેવીને બોધ પમાડવા માટે કુંભકાર કટકનગર જવાની પ્રભુ પાસે આજ્ઞા માગી. પ્રભુએ ફરમાવ્યું કે ત્યાં જવાથી તારા સિવાયના બધા જ આરાધક ભાવને પામશે.” શ્રી સ્કંદકસૂરીશ્વરજીએ વિચાર્યું કે “ભલે, મારે નિમિત્તે પાંચસો તો આરાધક થશે !” અને આજ્ઞા લઈ વિહાર કર્યો. જ્યાં કુંભકાર કટકનગર નજદીક આવ્યા, ત્યાં પાલક મંત્રીને ખબર પડી. પોતાના નાસ્તિક મતનું ખંડન કરી સભામાં માનભંગ કરેલું એ વાતનો એને ખ્યાલ આવ્યો ને ખૂબ રોષ ચડ્યો. પોતે રાજાને સમજાવ્યો કે “આ આપનો સાળો એ સાધુ નથી પણ એ વેષમાં પાંચસો સુભટોને છુપાવીને અહીં તમારું રાજ્ય છીનવી લેવા આવ્યો છે.” અને જે ક્ષેત્રમાં શ્રી સ્કંદકસૂરીશ્વરજી મહારાજ બિરાજ્યા હતા, ત્યાં નજદીકમાં છૂપી રીતે શસ્ત્રો દટાવી પછી રાજા સમક્ષ કાઢી બતાવ્યાં. બિચારો અજ્ઞાન રાજા આ કાવતરાખોર મંત્રીની જાળમાં ફસાયો અને એણે આ પાંચસો એક મુનિવરોને જીવતા ને જાગતા ઘાણીમાં પલવાના હુકમમાં સંમતિ આપી દીધી. દુર્જનો શું નથી કરતા ? અસત્યનું મંડન થાય અને સત્યનું ખંડન થાય તેય એમનાથી જીરવાતું નથી ! શ્રી સ્કંદકકુમારે તો લોકો અધર્મ ન પામી જાય અને નાસ્તિકતામાં ફસાઈ ન જાય માટે જ ખંડન કર્યું હતું ને ? ખુદ ભગવાન શ્રી મુનિસુવ્રત સ્વામીએ પણ એમાં ભૂલ થઈ એમ કહ્યું નથી. જગતને અકલ્યાણકર માર્ગે જતું બચાવવા માટે શક્તિશાળી આત્માએ પ્રયત્ન કરવો જ જોઈએ. એમ કરવામાં દુર્જનોથી ગભરાયે ન ચાલે. માટે તો કહું છું કે દુર્ગતિએ જનારા આત્માઓને સાચા અને પુણ્યશાળી આત્માઓ સાથે જાણે વેર જ ન હોય, એવો અનુભવ તેઓ અત્યાર સુધી કરાવતા આવ્યા છે, માટે આજે તેવું દેખાય તેમાં કાંઈ નવાઈ નથી.
સભા : બધાને સાથે આવું વેઠવું પડ્યું?
વેઠવું પડે. સામુદાયિક કર્મ હોય તો એમ પણ થાય. માટે તો શાસ્ત્રકાર કહે છે કે પાપથી બચો. પાપના ઉદય સમકાળે પણ આવે. શ્રી સ્કંદકસૂરીશ્વરજીએ ચારસો નવાણુંને કેવળજ્ઞાન પમાડ્યું, પાંચસોમાં એક બાલમુનિ હતા. ચારસો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org