________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧
-
–
86
અને આજે એ વાત સાક્ષાત્ અનુભવાય છે.
ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાશ્રીએ શ્રી સીમંધર સ્વામીજીને વિનંતી દ્વારા અહીંનાં દર્દ કહ્યાં અને કહી દીધું કે મારે તો હે નાથ ! તારા સિવાય બીજો કોઈ આધાર નથી. અહીં તો આ હાલત છે. ન રહેવાયું એટલે ત્યાં કહ્યું. ભાવદયાના અંકુરો ફૂટે છે ત્યારે ધોધ દાખ્યો રહેતો નથી : બહાર નીકળે જ : નથી નીકળતો એટલી ખામી છે. તાત્ત્વિક દયા પ્રગટે ત્યાં બીજી દયાનું રૂપક જુદું થાય. એ દયા જુદી જાતની છે.
શ્રી બપ્પભટ્ટી જેવા સોળ વર્ષની ઉંમરે ચડતી જવાનીએ છ વિગઈ તજે અને એ જોઈ ગુરુ પ્રસન્ન થાય, એ કઈ દયા ? એમ ન થયું કે આ વયમાં છ વિગઈનો ત્યાગ હોય ? પણ વાસ્તવિક પ્રેમ હોય ત્યાં જ આ દયા આવે.
શ્રી કુંદકસૂરિવરના પાંચસો શિષ્યો ઘાણીમાં પિલાયા. ચારસો નવાણું પિલાઈ ગયા. એ આત્માઓને સ્કંદક-સૂરિએ એવી કોટિના બનાવ્યા હતા કે આવા ઉપસર્ગોમાં પણ અડગ રહે. ઉપસર્ગ પણ જેવો તેવો નહિ : પીલવાનાં યંત્રમાં પીસાવાનું. ત્યાં પણ તૈયાર. એક પણ ના નથી કહેતો. શાસ્ત્ર કહે છે કે માસખમણને પારણે માસખમણ કરે, પણ ગુરઆજ્ઞાભંજક હોય તો તે ઉત્કૃષ્ટથી અનંત સંસારી થાય. પાંચસો પૈકીના એક પણ “ના' નથી કહેતા. યંત્રમાં પિલાય છે. પિલાવું, એ કાંઈ નાનીસૂની વાત છે? પિલાય, લોહીના ફુવારા ફૂટે, હાડકાં તૂટે, નસો તૂટે : સ્કંદકસૂરીશ્વરજી પણ નિર્ધામણા કરાવે અને પિલાનારા પણ ગુરુ સામે આંખ તથા કાન રાખી હૃદયપૂર્વક કબૂલ કરે કે કૃપાળુ! આપ કહો છો તે બરાબર છે. એવી રીતે ચારસો નવ્વાણુંનેય નિર્ધામણા કરાવી, ક્ષપકશ્રેણિએ ચડાવી, કેવળજ્ઞાન પમાડી, મુક્તિએ મોકલ્યા.
સભા આમ પીલવાનું કારણ ?
કારણ જાણવું છે, એમ ને ? શ્રી કુંદકસૂરીશ્વરજી જ્યારે કુમારાવસ્થામાં હતા ત્યારે તેમના પિતા જિતશત્રુ રાજાની પરીષદમાં બેઠા હતા. જિતશત્રુ રાજાના જમાઈ કે જે કુંભકાર કટકનગરના નરેશ હતા, તેમનો પાલક મંત્રી પણ આ પરીષદમાં બેઠો હતો. વિવિધ ચર્ચાઓમાંથી ધર્મચર્ચા નીકળતાં એ પાલક મંત્રીએ જ્યારે નાસ્તિકતાનું પ્રતિપાદન કર્યું, ત્યારે ધર્મબુદ્ધિ એવા શ્રી કુંદકકુમારથી તે સહી શકાયું નહિ અને તેથી એ જ પરીષદમાં નાસ્તિકતા ને આસ્તિકતાનું વર્ણન કરી પાલક મંત્રીની બધી જ નાસ્તિક વાણીનું તેમણે ખંડન કર્યું. દલીલ ને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org