________________
85
–
– ૭ : ભવનિર્વેદનું મહત્ત્વ - 7
એ જ કરે. આ ભવનિર્વેદ વગેરે શબ્દો એમને જે રીતે હૈયે વસ્યા હતા, તે રીતે આપણને વસવા જોઈએ.
ભવનિવ્વઓ'-એ તમે સાચા દિલે માગો છો કે એના સેવક કહેવરાવવા પૂરતું માગો છો ? “ભવનિવેઓ'નો અર્થ શો ?-આટલું સમજો તો રસ્તો સાફ થઈ જાય. હું તો રોજ રોજ કહું છું અને સ્થળે સ્થળે દરેક અર્થી આત્માને એ જ કહેવાની ઇચ્છા છે. તમારી પહેલી માગણી પણ એ છે : અમને આજ્ઞા પણ પહેલી એ જ : એટલે કે સંસારની અસારતા અને દુઃખમયતા સમજાવવાની છે, કારણ કે ભવનિબેઓ વગર આગળનું આવી શકતું નથી. અને આજ્ઞા એ છે કે જે આવે તેને પહેલો ભવનિર્વેદ જગાડવો ! પ્રાર્થના સમજી જાઓ.
ભવ કેવો ? અનાદિથી આત્મા સાથે જોડાયેલો : અજ્ઞાની આત્માઓને પ્રેમ પણ એનો અને પરિચય પણ એનો જ! સલાહકાર પણ સંસારના રસિયા અને જોડીદાર પણ તેવા!તમે સંસારમાં બરાબર રહી શકો એની સંભાળ લેનારા પણ ઘણા!આ સ્થિતિમાં ભવનિર્વેદ કરવો તેના માટે સંયોગ વિપરીત છે કે અનુકૂળ? પ્રતિકૂળ છે ને ? જે સાથીઓ તમારા વગર મજેથી ચલાવી લે તે તમને સારું લગાડવા કહે છે કે તમારા વિના નહિ ચાલે. અને તમે બધા ભોળા એવા કે માની લો છો. એ તમારા વગર એક દિવસ પણ ભૂખ્યા રહે એવા નથી, છતાં એ કહે કે તમારા વગર ન ચાલે, તો તે પણ તમે માની જાઓ. આજે શાસનનું શું થઈ રહ્યું છે, તેનો કાંઈ વિચાર આવે છે?
આટલી ઝૂંપડીની ચિંતા, અને જગતનું શ્રેય કરનાર શાસનની ચિંતા જ નહિ? જાતની ચિંતા કરો એટલી તો શાસનની કરો ! ધર્મપ્રેમ કેવો જોઈએ ? દુનિયાની વસ્તુ માટે ખુવાર થઈ રહ્યા છો. અને ધર્મમાં વાંધા આવે છે? શ્રી સ્કંદકસૂરિ અને તેમના પાંચસો શિષ્યો:
ખરેખર, કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા એક પુણ્યપુરુષની ભાવના લખતાં ફરમાવે છે કે :
“તુત્રો વાળ પોમળે, પાવોરર્થમવો
માત્મા પ્રવર્તત દત્ત ! જ પુનર્થનોલોઃ શા” “ચારે પુરુષાર્થોમાં પુરુષાર્થપણું તુલ્ય હોવા છતાં ખેદની વાત છે કે આત્મા પાપરૂપ અર્થ અને કામ પુરુષાર્થની સાધના માટે પ્રવર્તે છે, પણ ધર્મ અને મોક્ષરૂપ પુરુષાર્થની સિદ્ધિ માટે પ્રવૃત્તિ નથી કરતો.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org