________________
૮૪
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૧ –––
વિચારમય બનો. વિચારની ધૂન ચોવીસે કલાક જીવતી જાગતી રાખો. તમને હિતૈષી લાગે તેને પૂછો કે અમારું સુખ અને કલ્યાણ ક્યાં ? આધિ, વ્યાધિ અને ઉપાધિ ન જોઈતી હોય તો ક્યાં જવું ? અને કઈ કાર્યવાહી કરવી જોઈએ ? વિચારવાની તાકાત વિના, સત્યને સમજવાની તાકાત વિના, સત્યને સત્યના આકારમાં મૂકવાની તાકાત વિના ક્યાં સુધી બેસી રહેશો ? તમે જે ચીજ માગી આવ્યા તે તો બતાવીએ ને ? અમે તો એ દેવના સેવક છીએ, કાંઈ તમારા ઓછા જ છીએ ! અમે તો જે એમણે બતાવી હોય તે દવા નાખીએ. અમે તો કંપાઉન્ડર. કોઈ કહે કે “કડવી દવા ન નાખશો'-તો અમારાથી ફેરફાર થાય ? અમે ફેરફાર કરીએ અને નવાજૂની બને તો શું થાય ? અમે કહીએ કે દરદી રોતો હતો માટે આપી, તો કામ આવે ?
જય વિયરાય એ તો પ્રાર્થનાસૂત્ર છે. ચૈત્યવંદન તો ઘણાયે કરો છો, પણ કિંચિ શું ?, નમુત્થણે શું ?, જાવંતિ ચેઈયાઈ અને જાવંત કેવી સાહુ શું ?, એ વગેરે કદી વિચાર્યું ખરું ? એમાં તમે પ્રભુ પાસે કઈ જાતની પ્રાર્થના કરો છો એનો કદી ખ્યાલ કર્યો ? એ સુત્રોમાં સારી રીતે પ્રાથના કરી માગી આવ્યા છો તે તો આપવું પડશે : એમાં નહિ ચાલે. સંસારની વાસના ઢીલીઢબ કરવી હોય, ત્યાં કાચાપોચા શબ્દોનું કામ નથી. દેવાદાર પાસે લેણું લેવા વેપારી જાય, ત્યાં પહેલાં તો શેઠસાહેબ, ભાઈસાહેબ, મહેરબાન, વગેરે કહે, દાઢીમાં હાથ ઘાલે, બનતું બધું કરે, પણ જ્યારે જાણે કે આ કાંઈ સીધું માને તેમ નથી, ત્યારે વેપારી શું કરે ? તે ઘડી વેપારી એક એક શબ્દ એવો કાઢે કે જાણે તીર ભોંકાય ! પેલો સમજે કે શેઠનો પિત્તો ઊકળ્યો, હવે આપવું પડશે. ત્યાં તો લોભની ભાવના-એટલે ખરાબ ભાવના પણ આવે, પરંતુ અહીં તો કેવળ ઉપકારની જ ભાવના-સામાના ઉત્તમ પ્રકારના હિતની જ ભાવના છે, માટે જે જે શબ્દો નીકળે તે ભલે કડવા પણ હોય, છતાં તેમાં હિતના ફુવારા જ હોય. - ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી વગેરે પુણ્યપુરુષોએ પણ સમયે સત્ય કહેતાં અણુભર સંકોચ નથી રાખ્યો. જેવાને તેવા તરીકે બરાબર ઓળખાવ્યા છે. એ પ્રસંગે તો વિકટ સ્થિતિ હતી : આજે સંયમમાં કંઈ તેવી તકલીફ નથી : એ વખતની દૃષ્ટિએ આજની સ્થિતિ સંયમ માટે અનુકૂળ છે. એમને હતી તે સ્થિતિ હોત તો આપણે ધમાં રહેત કે કેમ ?, તે પણ શંકાસ્પદ છે. એમનાં કામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org