________________
– ૭ : ભવનિર્વેદનું મહત્ત્વ - 7
૮૩
તે થશે ! ખરું મમત્વ ક્યાં ? જેને મારું માનો એ ચોવીસ કલાક યાદ પણ ન આવે, તેના માટે વિચાર પણ ન થાય, મનમાં કંઈ થાય નહિ, તો એ મારું શાનું? જ્યાં મારું માન્યું છે તે માટે તો મરી પડો છો, લોહીનું પાણી કરો છો, તકલીફ વેઠો છો, શરીરની દરકાર પણ કરતા નથી : એટલું જ આ તીર્થને મારું માનો ! તમારું આ નથી તો કોનું છે ?
શ્રી મહાવીરદેવનું શાસન આપણું ખરું કે નહિ ? અમારે તો એ જાતની મારાપણાની સદ્ભાવના પેદા કરવી છે કે એના યોગે જેટલી હોય તેટલી બધીયે અયોગ્ય વાસનાઓ આપોઆપ ચાલી જાય. આ તીર્થ પર મારાપણું જાગશે તે ઘડીએ, સામાનું ભલું કરવાની જે ભાવના અને સાચી દયા આવશે, તે કોઈ અપૂર્વ જ આવશે. ત્યારે તો તીર્થ રોમેરોમ પરિણમશે. આને આથું મૂકી કાંઈ નહિ કરી શકાય અને જો એમ કર્યું, તો જે છે તેને પણ ગુમાવી દેશો. પહેલાં ભવનિર્વેદ શા માટે ? ‘નય વીયર' દ્વારા કરેલી માગણીમાં પ્રથમ માગ્યું શું?
“મનિāમો” - આ “ભવનિવ્વઓ' શબ્દ બોલતાં સંસારમાં આસક્ત થયેલા આત્માઓને શું થવું જોઈએ? ખરેખર, આંખમાંથી આંસુ આવવાં જોઈએ કે હૃદય ભરાઈ આવવું જોઈએ, અને આ ભયંકર પીડારૂપ સંસારથી કંપારી છૂટવી જોઈએ. દરદથી રિબાતો દરદી ડૉક્ટર પાસે શું બોલે છે તો તમે જાણો છો ને ? જાણવા છતાં પણ જેને આત્માની ચિંતા જ ન હોય તેનું શું ? દયા આવે છે તેથી બોલ્યા વિના રહેવાતું નથી. તમે એમ ને એમ ચાલ્યા કરો અને અમે જો કલ્યાણકારી સલાહ ન આપીએ, તો ધારેલી સિદ્ધિ કેમ થાય ? તમે પહેલું માગ્યું શું ? ભવનો નિર્વેદ. રોજ એમની પાસે શું માગો છો ? એ જ.
મેં ઘણી વખત કહ્યું છે કે જેવા હો તેવા બહાર આવ. નહિ આવો તોય ભગવાન તો ઓળખે છે. અહીં દંભ ન ચાલે. આ જગ્યા જુદી છે. તીર્થસ્થાને બંધાયેલ કર્મ વજલેપ સમાન છે. કપટ પ્રપંચ અહીં ન ચલાવાય. મનબેરો'બોલતી વખતે એ ભાવના ન હોય તો આ સર્વજ્ઞ છેતરાશે નહિ. આ તો સર્વજ્ઞા છે. દરેકના વિચાર જાણે છે. ભોળાને ભમાવવા જતા હો તો ઠીક, પણ શ્રી સર્વજ્ઞદેવ આગળ ? તમે આટલા બધા દિમૂઢ, વિચારશૂન્ય કેમ બન્યા છો ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org