________________
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ -
તમે દુનિયાના પ્રવીણ બનવા માટે જેટલો અભ્યાસ કર્યો છે, તેટલોય તીર્થના રક્ષક બનવા માટે કરવો પડશે ને ? આજ સુધી તો કર્યો દેખાતો નથી. આ મહાપુરુષોને બરાબર ઓળખ્યા નથી અને તેઓની કાર્યવાહી જાણવાની દરકાર પણ કરતા નથી. શ્રી કુમારપાળ ચરિત્ર'નો એક પ્રસંગ :
કોઈ કહે કે ધર્મની વાતમાં બોલવાની શી જરૂર ?-એમ બોલનારની મતિ ઠેકાણે નથી, એમ મને લાગે છે. જાતની રક્ષા કરો, જે વસ્તુ છોડી જવાની તે વસ્તુ પાછળ ગાંડા-ઘેલા થઈને ફરો, જવાની વસ્તુ જાય તે વખતે આંખમાંથી પાણી નીકળે, શોક ન શમે, હૃદયમાં દુઃખ થાય, ડૂમો ભરાય, શોકનાં ચિહ્નો ધારણ કરે, ખાવું-પીવું ન ભાવે, આ બધું થાય, અને ધર્મ માટે કાંઈ નહિ ! ત્યાં મારાપણું છે અને અહીં મારાપણું નથી, તો કલ્યાણ કઈ રીતે થાય ?
જો મોક્ષસુખ જોઈતું હોય અને આપત્તિમાંથી છૂટવું હોય તો આ શાસન-આ તીર્થ પર મારાપણું પેદા કર્યા વિના છૂટકો નથી. ભોગ નહિ આપવાથી એક રાત્રિએ ત્રિશુળ બતાવી દેવી કહે છે : “માન.” ત્યારે કુમારપાળ કહે છે : “તું કુલદેવી છો માટે માતા છો : માતાની ફરજ છે કે બાળકને ધર્મરક્ષામાં સહાય કરે : માતા પ્રાણીના ઘાતને ન ઇચ્છે. આ કબૂલ રાખતી હોય તો ભલે, છતાં હઠ પર આવી હોય અને તારું ધાર્યું કરવું હોય તો તારી એક પણ હિંસક વાતને હું માનતો નથી. સૂઝે તે કર.' કુમારપાળને રાજ્ય પ્રિય હતું, અઢાર દેશની માલિકી મૂકી દેવા તૈયાર ન હતા, છતાં પણ આ પ્રસંગે એ ન આવ્યું કે ક્યાં આ ધર્મ સ્વીકાર્યો ? આવું થાય તો કહો કે હૈયામાં ધર્મ ઊતર્યો જ નથી. દેવીએ કોપાયમાન થઈ ત્રિશૂલ માર્યું, કોઢ થયો, શરીરમાં બળતરા થવા માંડી, છતાં કુમારપાળને એક જ ચિંતા થવા માંડી કે “આથી ધર્મની ગ્લાનિ થશે.' પણ “મને શું થશે એની ચિંતા ન થઈ. આથી તેમણે વિચાર્યું કે “બળી મરું જેથી લોક જુએ નહિ અને ધર્મને કલંક લાગે નહિ.' ગુરુદેવ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા સમર્થ હતા. બચાવ કર્યો. બચાવ થતાં, રક્ષણ થયું, પણ મુદ્દો કુમારપાળની મનોભાવનાનો છે.
કોઈ કહે કે બનનાર વસ્તુ બનશે, નાહકની માથાકૂટ શી? એવા નિશ્ચયવાદી હો તો ખાવાનું શું કામ? શરીરને ટકવું હોય તો ટકશે. નાહકના લોચા વાળવા અને કાઢવા એ શું કામ ? ત્યાં તો બરાબર વર્તવાનું? અને અહીં જે થવાનું હશે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org