________________
- ૭ : ભવનિર્વેદનું મહત્ત્વ - 7
–
( ૮૧
ભાવના થાય છે ? ‘રૂä મરીયમ્'-“આ મારું'-એ અંકાઈ ગયેલી વાત છે. કદાચ છોડવું પડે તો હૈયામાં ઘણી પીડા થાય.
શરીરમાં થોડો પણ ફેરફાર થાય તો ચિંતા થાય કે શરીર બગડ્યું, સુધારવા પ્રયત્ન એકદમ કરવો જોઈએ. એટલે મારાપણું જ્યાં સુધી તમને શાસન પ્રત્યે ન આવે, ત્યાં સુધી તમે આત્માને પૂર્ણપણે ઓળખ્યો એ માનવાને જૈનશાસન ના પાડે છે.
ધર્મી કહેવરાવવું ગમે છે, કોઈ અધર્મી કહે એ ગમતું નથી, પણ ધર્મ બનવાનો પ્રયત્ન થતો નથી ! કોઈ તમને જુઠ્ઠા કહે તે ખમાય નહિ, ત્યારે તમે સાચા જ છો? એમ પણ નથી. સાચા છો નહિ ને જુઠ્ઠા કહે તે ખમાતું નથી, એ કેમ ચાલે? સાચા બનવા કેટલો પ્રયત્ન કરવો જોઈએ? ધર્મ કહેવરાવવું સહેલું છે, એથી ધર્મી બનવું એ કેટલાય ગણું કઠિન છે.
પૂર્વપુરુષોએ અનેક આપત્તિઓ સહીને પણ આ આગમને સાચવ્યું તે કઈ ભાવનાએ ? એ બધા પુષ્પની શવ્યા ઉપર સૂઈ રહેતા હતા એમ ? એમને આવેલા સમય આપણા ઉપર આવ્યા હોત તો આજે શું થાત ? આપણી કેટલી નિર્બળતા છે તે જુઓ. બળનો ઉપયોગ ઉત્તમમાં ઉત્તમ વસ્તુના સંરક્ષણ માટે થવો જોઈએ ! બળવાન કે ધીર બને તે શાને માટે ? કોઈનું ભૂંડું કરવા, બગાડવા કે ખરાબ કરવા? નહિ. શાસનમાં જેટલા બળિયા બન્યા તે બધાએ બીજાનું ભલું જ કર્યું. અહીં બળ તથા ભાવના જુદી જાતનાં જોઈએ છે. જેટલા પ્રમાણમાં હૃદયમાં વસ્તુ ઉતારી શકાય, તેટલા પ્રમાણમાં ભાવના જાગ્રત થાય.
ભગવાને પણ કહ્યું, ગણધરોએ પણ કહ્યું, અને આચાર્યોએ પણ કહ્યું કે શાસન જયવંત છે : પણ એને જયવંતુ રાખવા આપણે આપણી શક્તિ ખર્ચવી પડશે ને ? આપણે જ જયવંતુ રાખી શકીએ છીએ, એવું અભિમાન લાવવાની જરૂર નથી : પણ આપણે કાળજી તો રાખવી પડશે ને ? આ મહાત્માઓએ લખેલું વાંચો તો ખબર પડે કે કેટલો શ્રમ સેવ્યો છે, સાચા-ખોટાના વિવેક માટે કેટલી મહેનત લીધી છે ! સમ્યક્ત અને મિથ્યાત્વ, વિરતિ અને અવિરતિ, પ્રમાદ અને અપ્રમાદ, સત્ય અને અસત્ય આ બધાંનું પૃથક્કરણ કરવા કેટલી મહેનત કરી ! પણ એ બધું ન કરતાં, ફાવશે તે કરશે એમ માન્યું હોત તો ?
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org