________________
- ૭ : ભવનિર્વેદનું મહત્ત્વ - 7–
૮૯
કરનાર પણ ગાળો તથા તિરસ્કાર ખમવાની તાકાત કેળવે. એ એવી ગાળો વગેરેની દરકાર ન કરે. જેને અમારા માનીએ, તેને સુધારવા પૂરતો પ્રયત્ન કરવો જોઈએ કે નહિ ? છોકરાની લાતો વગેરે ખાવાની તાકાત કેમ કેળવવી તે મા જાણે. માના ઉપકારની અવધિ નથી : મૂતરે તોય છોકરાને ખોળામાં લે : ભાણામાં મૂતરના છાંટા પડે તોય ગુસ્સો ન કરે. એ સમજે છે કે મૂતરવાની બુદ્ધિએ મૂતર્યું નથી, પણ મુતરાઈ ગયું છે. માને ગ્લાનિ ન થાય. અણસમજુને પણ માતાએ એવા બનાવ્યા કે જુઓ તમે બધા કેવા ડાહ્યા થઈને બેઠા છો ! આ માતાનો પ્રતાપ. માતાએ તો આવા બનાવ્યા : અમારે કેવા બનાવવા, એ પ્રશ્ન બાકી રહે છે. તે વખતે તો પગ નાના હતા તે લાત નાની મારતા : હવે મોટા થયા એટલે તેવાઓની લાતો પણ ભયંકર : પણ તે લાતો ખાઈને પણ જેવા બનાવવા હોય તેવા બનાવવા જોઈએ કે નહિ ? કેવા બનાવવા ? - એનો ઉત્તર “મનિāગો' આ શબ્દ આપે છે.
ભવની ભયંકરતા બતાવવામાં આવે તે વખતે જેને ભવ મીઠો લાગે તે કૂદે, ઊછળે, પણ તેથી એ બતાવનારને ગભરાયે પાલવે ? ડરી ઓછું જ જવાય ! અમારે તમને કેવા બનાવવા એ નક્કી કરો. માએ તો ખાતાં-પીતાં, ઊઠતાંબેસતાં, બોલતાં-ચાલતાં શીખવ્યું, અમારે તમને શું શીખવવું ?-એ તમે કહેશો ને ? તમને શું શીખવીએ તો અમે અમારું સ્થાન દિપાવી શકીએ ?
સભા : સાધુ બીજું આપે તો ?
અરે ભાઈ ! તમે નક્કી થાઓ તો સાધુ બીજું આપી જ ન શકે : આપે તો પણ પકડી પાડો ! દવા લેવા વૈદ્યને ત્યાં જાઓ, પણ ન મટે તો બીજો વૈદ કરો ને ? પથારીમાં સુવાડી રાખે તો એ વૈદ કામનો નહિ ને ? વેપારી ગમે તેવો ઉઠાઉગીર હોય, પણ ગ્રાહકને માલૂમ પડે કે એ ઉઠાઉગીર છે, તો પેલો કહે પાંચ તો આ કહે બાર આના : દોઢ રૂપિયે લેવું હોય તોય બાર આના કહે. એને ત્યાંથી લેવું હોય તો પણ ઊઠવાનો ડોળ કરે, ઊઠે : પણ પેલો હાથ પકડે. પેલો વેપારી ઠેકાણે આવે ત્યારે જ પૈસા કાઢે. ગ્રાહક ભોટ થાય તો વેપારી બેના બાર પણ લે. તમે નક્કી કરો કે “કેવા બનવું કે જેથી કોઈ ઠગી શકે નહિ.” “હૈયું બાળવા કરતાં હાથ બાળવા સારા' - એ કહેવત છે. નોકર શાક વાસી લાવે અને કહે કે આપ્યું તેવું લાવ્યો તો શું કહો ? તમે કેવા બનવા માગો છો ? અને તમારે ધર્મગુરુ શા માટે જોઈએ ? - એ નક્કી કરો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org